જ્યાં સુધી વડાપ્રધાન મોદી છે ત્યાં સુધી રાહુલ ગાંધી નિશ્ર્ચિત થઇને ફરી શકે છે

46

ભાજપ સાંસદ ગિરીરાજ સિંહનો રાહુલ ગાંધીને ટોણો

નવા વર્ષના પહેલા દિવસે ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સંહે રાહુલ ગાંધીને ટ્વિટ પર ટોણો માર્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વર્ષની પહેલી રાજકીય લડાઇ બતાવી છે. ખરેખર તો રાહુલ ગાંધી ભારતની બહાર છે. સૂત્રોને મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ઇટાલી છે. રાહુલ ગાંધીના ઇટાલી પ્રવાસ પર ગિરિરાજ સિંહે નિશાન તાક્યું હતું.

ખરેખર બન્યુ એવુ કે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું – નવા વર્ષમાં આપણે એમને યાદ કરીએ છીએ જેને આપણે આ વર્ષે ગુમાવી દીધા અને તેમનો આભાર માનીએ છીએ કે જે લોકોએ આપણી રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવી દીધો. મારુ દૃય તે ખેડૂતો અને મજદૃૂરોની સાથે છે જે અન્યાય સામે પોતાનો વિરોધ દર્શાવી રહૃાાં છે.

રાહુલ ગાંધીના આ ટ્વિટને ગિરીરાજ સિંહે રિટ્વીટ કરી તેના ટોણો માર્યો. ગિરિરાજ સિંહે લખ્યું કે, જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તમે નિશ્ર્ચિત થઇને ફરી શકો છો અને એન્જોય કરી શકો છો. પાર્ટી હાર્ડ.

વર્ષના પહેલા દિવસે રાહુલ ગાંધીના ટ્વિટ પર ગિરિરાજ સિંહે એવી પ્રતિક્રિયા આપી સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરી રહૃાાં છે. કેટલા લોકો ગિરિરાજ સિંહે મારેલા ટોણોની પ્રશંસા કરી રહૃાાં છે કે વર્ષ ના પહેલા દિવસે તો છોડી દો. જ્યારે ઘણા યૂઝર્સ ગિરિરાજ સિંહેને ટ્રોલ કરવા લાગ્યાં.

Previous article૩૦મી ડિસેમ્બર સુધીમાં ૪.૭૩ કરોડ આઇટીઆર દાખલ કરાયા
Next articleનવા વર્ષના પ્રથમ દિવસે જ રાંધણ ગેસની કિંમતમાં ૧૭ રૂપિયાનો વધારો