જમ્મુ-કાશ્મીરમાં ઉપરા ઉપર ચાર સ્થળે ડ્રોન દેખાયા

જમ્મુ-કાશ્મીરમાં ઉપરા ઉપર ચાર સ્થળે ડ્રોન દેખાયા
જમ્મુ-કાશ્મીરમાં ઉપરા ઉપર ચાર સ્થળે ડ્રોન દેખાયા

સલામતી દળો દ્વારા સામ્બા અને જમ્મુમાં સર્ચ ઓપરેશન: શ્રીનગરમાં ભારે અથડામણ બાદ બે ત્રાસવાદીઓ ઠાર

પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી સંગઠનો દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદ પર ડ્રોનના અડપલા ચાલુ રાખવામાં આવ્યા છે.

આજે જમ્મુ-કાશ્મીરમાં સામ્બા અને જમ્મુ સરહદ પર ચાર જેટલા ડ્રોન આકાશમાં દેખાયા હતા. પરંતુ ભારતીય દળોની સર્કતાને કારણે પાકિસ્તાનની સરહદ તરફ અલોક થઇ ગયા હતા. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં જોરદાર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. એક સાથે ચાર ચાર ડ્રોન નજરે પડતા જમ્મુ એરપોર્ટ સ્ટેશન અને અન્ય લશ્કરી મથકો પર દળોને એકદમ સાવધ રહેવાનો આદેશ અપાયો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

દરમ્યાન કાશ્મીર ખીણમાં સલામતી દળોને આજે ફરી મોટી સફળતા મળી હતી. શ્રીનગરના એક વિસ્તારમાં સલામતી દળોએ ભારે અથડામણ બાદ ત્રાસવાદી સંગઠન ‘લશ્કર’ બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. શ્રીનગરના એ વિસ્તારમાં સુરક્ષાદળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યુ.