જમ્મુમાં ડ્રોન એટેકના પગલે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ

જમ્મુમાં ડ્રોન એટેકના પગલે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ
જમ્મુમાં ડ્રોન એટેકના પગલે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ

સુરક્ષા જવાનોનાં પોઇન્ટમાં વધારો : એરપોર્ટ પર આવતા-જતા વાહનો ઉપર બાજ નજર સાથે આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક બાદ દેશભરના તમામ એરપોર્ટ ઉપર એલર્ટ જારી થતા રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં વધારા સાથે મુસાફરો અને અન્ય લોકો સાથો સાથ વાહનોની તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસનું પણ એરપોર્ટ આજુબાજુ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં પણ એરપોર્ટની સુરક્ષા બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

પરંતુ ડ્રોન એટેકના પગલે રાજકોટ એરપોર્ટમાં સુરક્ષા માટેના પોઇન્ટ વધારી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પર આવતા જતા વાહનો અને માણસો ઉપર બાજ નજર સાથે એરપોર્ટ ટર્મીનલમાં પ્રવેશતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. સીઆઇએસએફ જવાનો સાથે ડોગ સ્કવોડ પણ તૈનાત છે. આ ઉપરાંત જવાનો સાથે સ્થાનિક પોલીસનો પણ સુરક્ષામાં ઉમેરો કરાયો છે. એરપોર્ટની આજુબાજુ પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here