ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?

ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?
ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?

મોંઘવારીનો માર, હાલ બેહાલ!

પહેલા પેટ્રોલ- ડિઝલ અને હવે ગેસનાં બાટલાનાં ભાવમાં વધારો આવી શકે છે. લોકો કોરોના બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સામે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સરકાર બીજા આચકાની તૈયારી હાથ ધરી શકે છે.

આગામી દિવસોમાં આશરે એલ.પી.જી સિલીન્ડરનો ભાવ 1000 સુધી ચૂકવવો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

એલ.પી.જી સિલીન્ડરમાં આપનારી સબસીડી બંધ કરવામાં આવી શકે છે. હાલ આ અંગે સરકાર દ્વારા આવ કોઈ જ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.

પરંતુ છેલ્લા  ૭ વર્ષ માં આવેલ ભાવ વધારાનાં આધારે મનાય છે કે, ગ્રાહકોને રૂ. 1000 સુધીની કિંમત ચૂકવવા તૈયારી રાખવી પડશે.

સરકાર એલ.પી.જી સિલીન્ડરની સબસીડી અંગે નિયમો બદલી કરી માત્ર જરૂરિયાતમંદ ગરીબ વર્ગ પુરતી રાખવામાં આવી શકે છે. કંઈ જ ટીપ્પણી કરવામાં આવેલ નથી. નાણાંકીય વર્ષ 2019-20 માં સરકારે 3,559 કરોડ રૂપિયા સહાયમાં આપ્યા હતા.

જયારે પહેલા આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા થયો હતો. જે રીતે કાપ મુકાયો છે. તેના આધારે લાગે છે કે આ વર્ષમાં રૂ.1000 સુધી ભાવ વધારો આવી શકે છે.

આ વર્ષે મે 2020 માં ઘણી જગ્યાઓ પર સબસીડી બંધ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૧, દિલ્હીમાં એલ.પી.જી સિલીન્ડરની કિંમત રૂ. ૬૯૪ હતી. જે અત્યારે રૂ. ૮૮૪.૫૦ થઇ છે.

Read About Weather here

વર્તમાન નિયમ મુજબ 10 લાખથી ઓછી આવક ધરાવનાર લોકોને જ સબસીડી મળે છે. જે હવે ઘટીને ૨.૫૦ થી ૫ લાખની આવક ધરાવનાર ગ્રાહકો માટે જ રહે તેવો નિર્ણય આવી શકે છે.(10.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here