ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ કર્મીઓને દંડાથી માર્યા!!!

POLICE-ગુરુદ્વારાથી
POLICE-ગુરુદ્વારાથી

Subscribe Saurashtra Kranti here

લોકડાઉનમાં ધાર્મિક શોભાયાત્રા કાઢતા રોક્યા તો ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ કર્મીઓને દોડાવી-દોડાવીને દંડાથી માર્યા: 4 ઘાયલ

મહારાષ્ટ્રના નાંદેડમાં પોલીસ કર્મચારીઓએ ધાર્મિક શોભાયાત્રાને રોકી હતી, ત્યારે ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાને કારણે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે હોલા મોહલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો લોકો ગુરુદ્વારાના પરિસરમાં ભેગા થયા હતા. તેમની વચ્ચે ઘણી સ્ત્રીઓ હતી. પોલીસે રોક્યા ત્યારે તેઓ ભડક્યા હતા.

ટોળાએ બેરિકેટ તોડી નાખી હતી અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને તોડી નાખ્યા હતા. તેમણે પોલીસકર્મીઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. તેમાંથી કેટલાકના હાથમાં તલવારો પણ હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ટોળાને કાબૂમાં કરવામાં ઓછી પડી હતી.

Read About Weather here

સમિતિએ પરિસરમાં ઉજવવાની ખાતરી આપી હતી

નાંદેડના એસપીએ કહ્યું કે, ‘કોરોનાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે હોલા મહોલ્લાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે ગુરુદ્વારા સમિતિએ ખાતરી આપી હતી કે તેઓ આ કાર્યક્રમ પરિસરની અંદર જ કરશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here