ગુજરાત કેડરનાં IAS અધિકારીનું નિધન

IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીમાં વૃદ્ધો, યુવાનોથી માંડીને કોરોના વોરિયર્સ સુધીના કેટલાંય લોકોના જીવ લઇ લીધાં છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Subscribe Saurashtra Kranti here

કોરોના સામેની જંગ હારી જતા મહાપાત્રાનું નિધન થયું છે. છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિ.માં તેઓ દાખલ હતાં. ઘણાં લાંબા સમયથી તેઓ કોમામાં હતાં. કોમામાં આજે વહેલી સવારે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં.

Read About Weather here

તેઓ 1986 ની બેચના હતાં, જેના લીધે IAS ઓફિસરોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. ગુરુપ્રસાદ મહાપાત્રાએ રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે પણ સેવા બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર હતાં. કોમર્સ વિભાગનાં સેક્રેટરી પણ તેઓ હતાં. અગાઉ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકે પણ તેઓએ સેવા આપી હતી. ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે તેમનું નામ ચાલતું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here