ખેડૂતોના ખાતામાં સરકાર તરફ થી જમા થઇ જમા થઇ શકે આટલી રકમ…?

ખેડૂતો
ખેડૂતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૮મો હપ્તો ૧૦ મે સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે

જો તમે ખેડૂત છો અને તમે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) માટે નોંધણી કરાવી છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આવા ખેડૂતોના બેંક ખાતાઓમાં ૨૦૦૦-૨૦૦૦ રૂપિયા જમા કરવા જઈ રહી છે. હકીકતમાં, ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ૮મો હપ્તા આવતા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઈ જશે. જોકે, આ હપતા મોકલવામાં હજી મોડુ થઈ ગયું છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આ હપ્તો આ મહિને જાહેર કરી શકે છે.

Subscribe Saurashtra Kranti here

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો પ્રથમ હપ્તો સામાન્ય રીતે ૨૦ એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં ૨૦૦૦-૨૦૦૦ રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે ૩ હપ્તામાં ખેડૂતોને ૬,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. જેથી હવે તમને ૮મો હપ્તા તરીકે પૈસા ટૂંક સમયમાં મળશે.

Read About Weather here

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૮મો હપ્તો ૧૦ મે સુધીમાં ખેડુતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. જોકે, કેન્દ્ર સરકાર વતી હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહૃાું છે કે ૮મો હપ્તા મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજનાની મદદથી દેશભરના ૯.૫ કરોડ ખેડુતોને તેમના ખાતામાં રોકડમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here