ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર સંક્રમિત…!!

ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર સંક્રમિત...!!
ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર સંક્રમિત...!!

 ૨ હજારથી વધુ મુસાફરોની કરવામાં આવ્યો કોરોના ટેસ્ટ

જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે

આજે દેશમાં કોરોનાવાયરસનાં કેસ બહોળા પ્રમાણમાં વધી રહ્યા છે. ત્યારે આજે પણ લોકો સાવધાની રાખવાની જગ્યાએ બેદરકારી રાખતા વધુ જોવા મળી રહ્યા છે. સતત વધતા કેસ દેશ માટે એક મોટી મુસિબત બનતા જઇ રહ્યા છે, આ વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે.

જે મુજબ મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝ શિપ પર મોટી સંખ્યામાં લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેની પાછળ એક ક્રૂ મેમ્બર છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આપને જણાવી દઇએ કે, મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપનાં ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રૂઝમાં સવાર ૨,૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે.

જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. PPE કિટથી સજ્જ મેડિકલ ટીમ ૨૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનાં RT-PCR ટેસ્ટ કરવા માટે પહોંચી હતી. તેમના પરિણામની રાહ જોવાઈ રહી છે. સત્તાવાળાઓએ RT-PCR ટેસ્ટનું પરિણામ જાહેર થાય તે પહેલા કોઈને જહાજમાંથી ઉતરવા માટે કહ્યું છે. ક્રૂઝ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રૂઝ ટર્મિનલ પાસે સ્થિત છે.

Read About Weather here

મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રૂઝ શિપને ગોવામાં પાર્ક કરવાની મંજૂરી આપી ન હોતી. એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, અત્યાર સુધી માત્ર એક જ ક્રૂ મેમ્બરને ચેપ લાગ્યો છે અને બાકીનાં તમામનાં કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here