કોવિડને ડામવા નવો વેક્સિન વ્યૂહ : બે કંપનીને એડવાન્સ રૂ.4500 કરોડ ચુકવાયા

કોવિડને ડામવા નવો વેક્સિન
કોવિડને ડામવા નવો વેક્સિન

રશિયા અને અન્ય દેશોની રસી પરની આયાત-જકાત પણ રદ કરતું કેન્દ્ર, પુણેની સીરમ કંપનીને રૂ.3000 કરોડ અને ભારત બાયોટેકને રૂ.1500 કરોડ અપાયા, આજે વેક્સિન ઉત્પાદક કંપનીઓ સાથે વડાપ્રધાનની સાંજે મહત્વની બેઠક

દેશમાં કોરોના રસી તૈયાર કરી રહેલા ઉત્પાદકોને વેક્સિનનું ઉત્પાદન વધારી દેવા સરકારે પ્રોત્સાહન આપ્યું છે

ગુજરાત અને દેશમાં બેકાબુ બનતા જતા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો વેક્સિન વ્યૂહ ઘડી કાઢયો છે એ મુજબ દેશમાં રસીનું ઉત્પાદન ઝડપથી વધારવા માટે કેન્દ્ર સરકારે કંપનીઓને એડવાન્સ નાણાકીય સહાય આપી છે. ઉપરાંત દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામનું રસીકરણ કરવાનો મહત્વનો નિર્ણય પણ વડાપ્રધાને લીધો છે.

Subscribe Saurashtra Kranti here

દેશમાં અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ લોકોને રસી અપાઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ 12 લાખ 30 હજાર લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 2 લાખથી વધુ કેસો નોંધાયા છે એ ધ્યાનમાં રાખીને સરકારે રસીકરણનો વ્યાપ વધારવાની અને 18 વર્ષથી ઉપરના લોકોને પણ આવરી લેવાની નવી વ્હયૂ રચના ઘડી કાઢી છે. રસીકરણમાં મહારાષ્ટ્ર આગળ છે એ પછી રાજસ્થાન અને યુપીનો ક્રમ આવે છે. વેક્સિનેશનની ત્રીજા તબક્કાની વ્હયૂ રચનાને વધુ વેગવાન બનાવવાનું નક્કી કરાયું છે.

દેશમાં કોરોના રસી તૈયાર કરી રહેલા ઉત્પાદકોને વેક્સિનનું ઉત્પાદન વધારી દેવા સરકારે પ્રોત્સાહન આપ્યું છે. એ માટે સરકારે દેશની બે કંપનીઓને એડવાન્સ રકમ પણ ચુકવી દીધી છે. જૂલાઇ સુધીના વેક્સિનના પુરવઠા માટે બે કંપનીઓને કેન્દ્ર સરકારે એડવાન્સ રૂ.4500 કરોડ આપી દીધા છે. પુણેની સીરમ ઇન્ટીસ્યુટને રૂ.3000 કરોડ ચુકવી દેવાયા છે જયારે ભારત બાયોટ્ેક કંપનીને રૂ.1567 કરોડ અગાઉથી ચુકવી દેવામાં આવ્યા છે.

નાણામંત્રી નિમલા સિતારમણે જણાવ્યું હતું કે, રસીનું ઉત્પાદન વેગવાન બને એ માટે બે કંપનીઓને અગાઉથી ચુકવણું કરવામાં આવ્યું છે. તેમણે એવી પણ ખાત્રી આપી હતી કે, દેશ વ્યાપી લોકડાઉનની અત્યારે સરકારની કોઇ યોજના નથી. ભુતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરીષ્ઠ અગ્રણી મનમોહનસિંધ કોરોના સંક્રમીત થઇ જતા દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. એમને પણ ચારેય તરફથી જલ્દી સાજા થવાની શુભેચ્છાનો વરસાદ થઇ રહયો છે.

Read About Weather here

છત્તીસગઢમાં સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જયારે મહારાષ્ટ્રમાં આજે સાંજે ખાસ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે. તેંલગણા સરકારે 10 દિવસનું નાઇટ કફર્યુ જાહેર કરી દીધો છે. દરમ્યાન દેશમાં છેલ્લા 24 કલાકમાં સતત છઠ્ઠા દિવસે નવા કોરોના કેસ અઢી લાખની સપાટીને સ્પર્શી ગયા હતા. વધુ 1761 દર્દીઓના મૃત્યુ થયા છે. સારા સમાચાર એ છે કે, દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 31 લાખ લોકો સાજા થઇ ગયા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here