કોરોના સંક્રમણના આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે યોગી સરકાર -પ્રિયંકા

40
કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણ

કોરોનાવાયરસ મહામારીને કારણે સ્થિતિ બહુ બગડી રહી છે

કોરોનાવાયરસ મહામારીની સ્થિતિ ઉત્તર પ્રદેશમાં ભયાનક થઈ ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૨૭ હજાર ૩૫૭ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યની રાજધાની લખનઉ સહિત કેટલાય જિલ્લામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોરોના સંક્રમણની આ ભયાનક સ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ વીડિયો જાહેર કરી જનતાને માસ્ક લગાવવા અને સુરક્ષા સંબંધી તમામ નિર્દેશનું પાલન કરવાની અપીલ કરી છે.

Subscribe Saurashtra Kranti here

ઉત્તર પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો ટ્વીટ કર્યો. વીડિયોમાં પ્રિયંકા ગાંધીએ કહૃાું કે ઉત્તર પ્રદેશમાં કોરોનાવાયરસ મહામારીને કારણે સ્થિતિ બહુ બગડી રહી છે. ચારેય તરફથી બેડ, ઓક્સીઝન અને દવાની કમી હોવાના સમાચાર આવી રહૃાા છે. રાજ્ય સરકારનો ધર્મ છે કે તેઓ સમસ્યાને વધારવા અને આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે અને સચ્ચાઈ જણાવે. કેમ કે આજે જે સ્થિતિ છે તે યોગ્ય નથી.

પ્રિયંકા ગાંધીએ કહૃાું કે ૨૨ કરોડ લોકોમાં માત્ર ૮૫ લાખ લોકોનું જ વેક્સીનેશન થયું છે. ભરતી થતા પહેલાં ડીએમથી સ્લિપ લેવાની જરૂરત પડી રહી છે. ભારત દૃુનિયાનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક છે પરંતુ ભારતમાં જ કોરોના વેક્સીનની કમી થઈ રહી છે. કેમ કે પીઆર માટે વેક્સીન અલગ અલગ દેશોમાં મોકલવામાં આવી રહી છે. આનું સરખું આયોજન કરવું જોઈતું હતું, કર્યું ના હોય તો હજી પણ સમય છે.

Read About Weather here

પ્રિયંકા ગાંધીએ કહૃાું કે જે સૌથી વધુ ગરીબ છે, તેમને આર્થિક મદદ મળવી જોઈએ. જે નાના વેપારીઓ છે, દૃુકાનદાર છે, જેમના ધંધા ફરીથી બંધ થવા જઈ રહૃાા છે, તેમને ખાસ કરીને પેકેજ મળવું જોઈએ. હું ઉત્તર પ્રદેશ સરકારને આગ્રહ કરવા માંગું છું કે તમારું પ્રશાસન આક્રમકને બદલે સંવેદનશીલ બની જશે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશની સાથે રાજનૈતિક મતભેદ થઈ શકે છે અને હંમેશા રહેશે. પરંતુ આ સમય એકસાથે ઉભા રહેવાનો છે.

પ્રિયંકા ગાંધીએ જનતાને પણ અપીલ કરતા કહૃાું કે તમારા બધાની જવાબદારી બને છે કે તમે માસ્ક પહેરો, બની શકે તો બે માસ્ક પહેરો, ઘરેથી ઓછા નીકળો, બધા નિયમોનું પાલન કરી તમારી જવાબદારીઓનું પાલન કરો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here