કોરોના રસી માટેના રો મટિરિયલનો પ્રતિબંધ હટાવો -અદાર પૂનાવાલા

કોરોના-અદાર-પુનાવાલા
કોરોના-અદાર-પુનાવાલા

જો સાચા અર્થમાં આપણે ભેગા થઈને કોરોનાને હરાવવા માંગતા હોય તો અમેરિકાએ રસી બનાવવા માટેના રો મટિરિયલ પર લગાડેલો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ

Subscribe Saurashtra Kranti here

કોરોનાના કહર વચ્ચે બચવા માટે કોરોનાની રસી મુકાવવી બહુ જરુરી છે તેવુ ઘણા નિષ્ણાતો કહી રહૃાા છે.
બીજી તરફ ભારતમાં રસીકરણ અભિયાન તો ચાલી રહૃાુ છે પણ તેમાં પણ રસીની અછતનો સામનો કરવો પડી રહૃાો હોવાનુ રાજ્યો કહી રહૃાા છે. આ સ્થિતિ વચ્ચે રસી બનાવતી ભારતની કંપની સિરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપીલ કરી છે.

પૂનાવાલાએ કહૃાુ છે કે, જો સાચા અર્થમાં આપણે ભેગા થઈને કોરોનાને હરાવવા માંગતા હોય તો અમેરિકાએ રસી બનાવવા માટેના રો મટિરિયલ પર લગાડેલો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. હું અમેરિકાના પ્રમુખને અમેરિકા સિવાયની દૃુનિયાની રસી બનાવતી કંપનીઓ વતી વિનમ્ર અપીલ કરુ છું કે, રો મટિરિયલ પરનો પ્રતિબંધ દૃુર કરો તો બીજી જગ્યાએ પણ પ્રોડક્શન વધી શકે. તમારા વહિવટીતંત્ર પાસે આ બાબતને લગતી તમામ જાણકારી છે.

Read About Weather here

પૂનાવાલાએ આ અપીલ સોશિયલ મીડિયા પર કરી હતી. જે હવે વાયરલ થઈ રહી છે. આ અપીલનો એક અર્થ એ પણ છે કે, રસી બનાવવામાં હવે રો મટિરિયલની પણ સમસ્યા નડી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here