કોરોના ટાસ્ક ફોર્સે કહૃાું… કોરોનાની ચેઇન તોડવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી

એક મહિનાનું કડક લોકડાઉન
એક મહિનાનું કડક લોકડાઉન

કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ખતરનાક છે

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરે આખા દેશમાં કોહરામ મચાવી દીધો છે. દરરોજ કોરોનાના નવા કેસો રેકૉર્ડ તોડી રહૃાા છે. શુક્રવારની વાત કરીએ તો કોવિડના નવા કેસોનો આંકડો 4 લાખના આંકડાને પણ પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેસોને જોતા કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્યોએ કેન્દ્ર સરકારથી રાષ્ટ્રીય લોકડાઉન લગાવવાની અપીલ કરી છે. દેશમાં અત્યારે કોવિડ સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહૃાો છે.

Subscribe Saurashtra Kranti here

કોવિડની બીજી લહેર પહેલા કરતા વધારે ખતરનાક છે. કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ પ્રમાણે કોવિડ ઝડપથી પોતાનું રૂપ બદલી રહૃાો છે, જેના કારણે કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે ભારપૂર્વક કહૃાું છે કે જો આ જ રીતે કોવિડના કેસો વધતા રહૃાા તો દેશમાં સ્વાસ્થ્ય માળખુ સંપૂર્ણ રીતે તૂટી જશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શનિવારના ૪.૦૧ લાખથી વધારે કેસ સામે આવ્યા, જ્યારે ૩,૫૨૩ લોકોના મોત થયા. કોવિડ ટાસ્ક ફોર્સમાં એમ્સ અને આઈસીએમઆર જેવા પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાઓના નિષ્ણાતો સામેલ છે.

Read About Weather here

કોવિડના વધતા કેસને જોતા આ અધિકારીઓની અનેકવાર બેઠક થઈ ચુકી છે. આ બેઠકમાં જે પણ વાત રાખવામાં આવે છે તેની જાણકારી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ વી.કે. પોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડના કેસોને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦ એપ્રિલના રાષ્ટ્રના નામે સંબોધમાં સ્પષ્ટ કહૃાું હતુ કે, તમામ લોકોએ મળીને લોકડાઉનથી બચવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમણે કહૃાું હતુ કે લોકડાઉન ફક્ત અંતિમ ઉપાય તરીકે હોવું જોઇએ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here