કોરોનાનો રિપોર્ટ નેગેટિવ પણ છતાં પણ 24 કલાકમાં 3 ભાઈનાં મોત

કોરોનાનો રિપોર્ટ નેગેટિવ પણ છતાં પણ 24 કલાકમાં 3 ભાઈનાં મોત
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ પણ છતાં પણ 24 કલાકમાં 3 ભાઈનાં મોત

ત્રણેય ભાઈઓનાં મોત કોરોનાવાયરસથી થયાં તે અંગે શરૂઆતી તપાસમાં પુષ્ટિ નથી થઈ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી આઘાતજનક મામલો સામે આવ્યો છે. લખીમપુર ખીરીમાં ૨૪ કલાકમાં એક જ પરિવારના ૩ ભાઈઓનાં મોત થયાં છે. શુક્રવારે ૬ એપ્રિલના રોજ એક વેપારી પરિવારના ત્રણ ભાઈઓના એક બાદ એક મોત થયાં. આ સમાચારે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ ત્રણ ભાઈઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ પાછલા એક અઠવાડિયાથી તાવ હતો અને તેમને નિમોનિયાની ફરિયાદ હતી. ડૉક્ટર્સ મુજબ ત્રણેયની ઉંમર ક્રમશ: ૫૩, ૫૦ અને ૪૫ વર્ષની હતી અને ત્રણેયને નિમોનિયા હતો. તેમની સ્થિતિ તેજીથી બગડી. શ્ર્વાસ ફૂલાતો હોવાની ફરિયાદ બાદ તેમનું મોત થયું.

Subscribe Saurashtra Kranti here

૫૨ વર્ષીય સૌથી મોટા ભાઈને શ્ર્વાસ લેવામાં તકલીફ હોવાથી ઘરે જ મોત થયું. જ્યારે અન્ય બેના હોસ્પિટલે ઈલાજ ચાલી રહૃાા હતા તે દરમ્યાન તેમનું નિધન થયું. સૂત્રોએ કહૃાું કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રશાસને આખા પરિવારને આઈસોલેટ કર્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

જે પ્રાઈવેટ હોસ્પિટલમાં બે ભાઈઓને ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંના તબીબોએ કહૃાું કે, “જ્યારે બે ભાઈઓને અહીં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી. અમે તરત જ તેમને ઑક્સીજન સપોર્ટ પર રાખ્યા અને તેમને સાજા કરવાની કોશિશ કરી. તેઓ પાછલા એક અઠવાડિયાથી બીમાર હતા અને પોતાના કામ પર પણ જઈ રહૃાા હતા અને ખુદ જ દવા પણ લઈ રહૃાા હતા. લોકોને અમે ઉચિત ઉપચાર લેવાની અને બીમાર થવા પર પર્યાપ્ત આરામ કરવાની સલાહ આપીએ છીએ.”

Read About Weather here

લખીમપુર ખીરીના સીએમઓ ડૉ મનોજ અગ્રવાલે કહૃાું કે “ત્રણેય ભાઈઓનાં મોત કોરોનાવાયરસથી થયાં તે અંગે શરૂઆતી તપાસમાં પુષ્ટિ નથી થઈ. અમે અન્ય રિપોર્ટ્સની પ્રતિક્ષા કરી રહૃાા છીએ. પાછલા ૨૪ કલાકમાં જિલ્લામાં કોવિડ ૧૯ના કારણે માત્ર ૨ જ મોત થયાં છે.”

લખીમપુર ખીરીમાં પાછલા ૪૮ કલાકમાં કોવિડ ૧૯થી ૧ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.ય પ્રશાસનને ડર છે કે યૂપી પંચાયત ચૂંટણી દરમ્યાન જિલ્લામાં સ્થિતિ બગડી શકે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here