કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે માંગી મદદ: પ્લીઝ હેલ્પ કરો!

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ
કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ

આ ટ્વિટ પર કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે સ્પષ્ટતા કરી કે આ ડીએમને કરેલ ફોર્વર્ડ ટ્વીટ હતી અને તેમાં લખ્યું હતું કે કૃપ્યા તેને જુઓ

કોરોના વાયરસથી સ્થિતિ ખૂબ ખરાબ થઇ ચૂકી છે. સ્થિતિ એવી છે કે લોકોને બેડ માટે ઝઝૂમવું પડી રહૃાું છે. તેનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે ટ્વિટર દ્વારા પોતાના કોરોના સંક્રમિત ભાઇને હોસ્પિટલમાં બેડ મળે તેના માટે મદદ માંગી છે. તેમણે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે ગાઝિયાબાદના ડીએમ, સીએમ યોગીના માહિતી સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહને ટેગ કર્યું છે.

Subscribe Saurashtra Kranti here

તેમણે લખ્યું કે પ્લીઝ અમારી હેલ્પ કરો. મારા ભાઇને કોરોના સારવાર માટે બેડની જરૂર છે. અત્યારે ગાઝિયાબાદમાં બેડની વ્યવસ્થા થઇ રહી નથી. @shalabhmani @PankajSinghBJP

તેમની આ ટ્વિટ પર શલભ મણિ ત્રિપાઠીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે જિલ્લાધિકારી ગાઝિયાબાદ તમારી સાથે તાત્કાલિક વાર્તા કરી રહૃાું છે.

જો કે આ ટ્વિટ પર વી.કે.સિંહે સ્પષ્ટતા કરી કે આ ડીએમને કરેલ ફોર્વર્ડ ટ્વીટ હતી અને તેમાં લખ્યું હતું કે કૃપ્યા તેને જુઓ. ફોર્વર્ડ કરેલ આ ટ્વીટ હિન્દીમાં છે. ડીએમ અને સીએમઓ બેડની જરૂરિયાતને ઉકેલી દીધી છે.

Read About Weather here

કેન્દ્રીય મંત્રીના ટ્વીટ પર યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસન પણ આગળ આવ્યા છે. તેમણે કમેન્ટ કરી કે કેન્દ્રમાં મંત્રી હોવા છતાંય જો તમારે પરિવાર માટે બેડની મદદ ટ્વિટર પર માંગવી પડે છે તો કલ્પના કરો આમ આદમીની શું સ્થિતિ હશેસ, કૃપ્યા વધુ માહિતી DMના માધ્યમથી મોકલો. અમે ગાઝિયાબાદ કે તેમની નજીક કોઇ હોસ્પિટલમાં બેડની સુવિધા કરવાનો પ્રયાસ કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here