કર્ણાટકની મુલાકાત લેતા કરૂણા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ

KARUNA-ફાઉન્ડેશન
KARUNA-ફાઉન્ડેશન

કરુણા ફાઉન્ડેશનનું પ્રતિનિધિ મંડળ જીવદયા પ્રેમી મહામહિમ રાજ્યપાલ વજુભાઇ વાળાને પણ મળ્યા

Subscribe Saurashtra Kranti here

આર્ટ ઓફ લિવીંગના શ્રીશ્રી રવિશંકર મહારાજે જીવદયા પ્રવૃતિઓ બદલ પીઠ થપથપાવી

સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વક્ષેષ્ઠ સંસ્થાનો એવોર્ડ બહુમાન મેળવનારા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા છેલ્લા 17 વર્ષોમાં 5,00,000 કરતાં પણ વધારે અબોલ પશુ પક્ષીઓની વિનામૂલ્યે સઘન સારવાર થઈ છે.

હાલમાં જ દક્ષિણ ભારતના પ્રવેશ દ્વાર કહી શકાય એવા કર્ણાટક રાજ્ય એ ખૂબ જ કડક ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો વિધાનસભામાં બહુમતીથી પસાર કર્યો જેનાથી લાખો ગૌવંશને કતલખાને જતાં બચશે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, અમર તલવરકર અને બેંગ્લોરની સૌથી મોટી ગૌશાળાના ટ્રસ્ટી સુનિલ દુગ્ગર તથા કર્ણાટકના મીડીયા કર્મી નારાયણ પ્રસાદનું પ્રતિનિધિ મંડળ કર્ણાટકના બેંગ્લોર મુકામે વિધાનસભા ભવનમાં પશુપાલન મંત્રી પ્રભુ ચવાણને મળ્યા અને કડક ગૌ વંશ હત્યા પ્રતિબંધ ધારો પસાર કરવા બદલ સન્માન કર્યું અને અભિનંદન શુભેચ્છા આપી.

આ જીવદયા વાર્તાલાપમાં સમગ્ર કર્ણાટકમાં સારવારના અભાવે કોઈપણ પશુ-પક્ષી મૃત્યુ ન પામે તે માટે નિશુલ્ક એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવા કર્ણાટકના દરેક જિલ્લામાં નંદીશાળા સ્થાપવા, ગૌશાળા પાંજરાપોળને કાયમી સબસિડી આપવા સહિતના મુદ્દે સકારાત્મક વિચાર- વિમર્શ થયો 45 મિનિટ જેટલા ચાલેલા વાર્તાલાપમાં પ્રભુ ચવાણ મોટાભાગના મુદ્દે સહમત થયા અને તાત્કાલિક અમલીકરણ કરવા બાહેંધરી આપી. આ ઉપરાંત કરુણા ફાઉન્ડેશનનું પ્રતિનિધિ મંડળ જીવદયા પ્રેમી મહામહિમ રાજ્યપાલ વજુભાઇ વાળાને પણ મળ્યા. વજુભાઈ સાથે કર્ણાટકમાં કરી શકાતા તમામ જીવદયા પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી અને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું.

Read About Weather here

કરુણા ફાઉન્ડેશન પર સંતોના આશીર્વાદ હંમેશા વરસતા રહ્યા છે. વિશ્વ વિખ્યાત આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર સ્થિત આશ્રમમાં પૂજ્ય રવિશંકર મહારાજનું પણ પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું. શ્રી શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ સમગ્ર ટીમ અને સંસ્થાને પણ મળ્યા કરુણા ફાઉન્ડેશનની જીવદયા પ્રવૃત્તિઓની માહિતી અને ગ્લોબલ વિઝન જાણી શ્રી શ્રી રવિશંકર મહારાજે આશીર્વાદ- શુભેચ્છા પાઠવી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here