ઓરિસ્સા-બંગાળમાં વિનાશની વણઝાર : 7 દિવસ ચાલશે રાહત કામો

15
ઓરિસ્સા-બંગાળમાં વિનાશની વણઝાર
ઓરિસ્સા-બંગાળમાં વિનાશની વણઝાર

1 કરોડથી વધુ લોકોને અસર, 3 લાખથી વધુ મકાનોને નુકશાન, એનડીઆરએફની 113 ટીમો દ્વારા વ્યાપક રાહત અને બચાવ કાર્ય, બન્ને રાજયોમાં ‘યાસ’ ચક્રવાતની અસરથી હજુ ભારે વર્ષાની આગાહી

બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ‘યાસ’ વાવાઝોડાએ ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળના કાંઠાળ જિલ્લાઓમાં વ્યાપક વિનાસ અને તારાજીની વણઝાર સર્જી દીધી છે. વાવાઝોડાની પ્રચંડ અસરથી 1 કરોડ લોકો પ્રભાવીત થયા છે. નૌકાદળ, વાયુ સેના અને એનડીઆરએફ દ્વારા બન્ને રાજયોમાં યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેર કર્યુ છે કે, રાજયમાં 3 લાખથી વધુ મકાનો પડી ગયા છે. 134 જેટલા દરિયાઇ અને નદીના ધાટ નાસ પામ્યા છે. ઓરિસ્સામાં અસરગ્રસ્ત 128 ગામડાઓમાં સતત સાત દિવસના રાહત કામોની ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયટે જાહેરાત કરી છે.

Subscribe Saurashtra Kranti here

ચારેય તરફ વિનાસ લીલાના અદ્રશ્યો સર્જીને ‘યાસ’ વાવાઝોડાએ વિદાઇ લીધી છે પણ જબરૂ નુકશાન સર્જી દીધુ છે. ચક્રવાતની અસરને કારણે બંગાળના પાટનગર કોલકત્તા તથા પૂર્વ અને પશ્ર્ચિમ મીદનાપુર જિલ્લાઓમાં હજુ આગામી દિવસો સુધી ભારે વરસાદ અને વિજળીના કડાકા ચાલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ઓરિસ્સાના કાંઠા પર ‘યાસ’ ઝંઝાવાતે પ્રચંડ નુકશાની સર્જી છે. 128 ગામોમાં વિનાસ લીલા સર્જાઇ છે.

વાવાઝોડા દરમ્યાન કલાકના 145 કિલો મીટરની ઝડપથી તોફાની અને ભયાનક પવન ફુંકાયો હતો. જાનહાની કરતા પણ વધારે માલહાની થઇ છે. કુલ 4 વ્યકિતઓ ડુબી ગયાનું નોંધાયું છે પણ માલ મિલ્કતને ભારે વ્યાપક નુકશાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, 3 રાજયોમાંથી 21 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. જારખંડમાં હજુ હાઇ એલર્ટ અમલમાં છે 10 હજાર લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મમતાએ જણાવ્યું હતું કે, ‘યાસ’ના પ્રચંડ, વેગીલા પવન અને દરિયાઇ તોફાનથી પશ્ર્ચિમ બંગાળમાં સૌથી વધુ નુકશાન થયું છે અને ચારે તરફ વિનાશ વેરાયો છે.

Read About Weather here

ઓરિસ્સાના કેન્દ્રપરા જિલ્લા અને પાસેના નેશનલ પાર્કમાં પ્રચંડ વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે. મેઇન ગ્રુવનો શોથ વળી ગયો છે. મેનગ્રુવના કારણે જ કુદરતી પ્રકોપ દરમ્યાન ધણુ રક્ષણ મળતું હોય છે. અગાઉના વાવાઝોડામાં પણ નેશનલ પાર્કને નુકશાન થયું ન હોતી પણ આવતે મેનગ્રુવના જંગલોનો પણ નાસ થયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપેટ્રોલ-ડીઝલ: આજે ફરી ભાવવધારો
Next articleકોરોનાથી મંદ શહેરની વિકાસયાત્રાને ફરીગતી આપવા મેયરના પ્રેરણા વચન