ઉત્તરથી મધ્ય ભારતના મહત્તમ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નજીક પહોંચ્યું

40

ભારતના મેદાની વિસ્તારોમાં પણ હવે શિયાળાની ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ઉત્તર, મધ્ય અને પશ્ર્ચિમ ભારતના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં શિયાળાની ઠંડીના પડઘમ શરૂ થઈ ગયાં છે. શુક્રવારે દિલ્હી, પતિયાલા, ચંડીગઢ જેવા શહેરોમાં લઘુતમ તાપમાન હવે ૧૦થી ૧૧ ડિગ્રી વચ્ચે નોંધાવા લાગ્યું છે.

પૂણે સ્થિત ભારતીય હવામાન વિભાગના વડા અનુપમ કશ્યપીએ જણાવ્યું હતું કે, હવે દેશના મેદાની વિસ્તારોમાં રાતના તાપમાનમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. હિમાલયના રાજ્યોમાં બરફવર્ષાના કારણે ઉત્તરમાંથી આવતા કાતિલ ઠંડા પવનો હવે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ર્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો કરવા લાગ્યાં છે.

દિલ્હી, એનસીઆર, ગાઝિયાબાદ અને ગુરુગ્રામની આસપાસનાં વિસ્તારોમાં હવાનું પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી, એનસીઆર, ગુરુગ્રામ, ગાઝીયાબાદનાં આકાશમાં ધુમાડાનાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. જેને પરિણામે લોકોને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડી છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહૃાા છે. અર્થ સાયન્સ મંત્રાલયનાં જણાવ્યા મુજબ હવાનાં પ્રદુષણમાં લોકોને તત્કાળ રાહત મળવાનાં કોઈ અણસાર નથી. આગામી બે કે ત્રણ દિવસ વાયુ પ્રદુષણ ગંભીરમાં ગંભીર અને ખરાબમાં ખરાબ સ્તરે પહોંચી શકે છે. પંજાબ, હરિયાણા અને ઘઉં પકવતા અન્ય રાજ્યોમાં પરાળી સળગાવવાનું ઘટે તો જ આ સમસ્યામાં લોકોને રાહત મળી શકે તેમ છે.