7.5 ની ભારે તિવ્રતાનાં આંચકા લાગતા ભાગદોડ
આજે વહેલી સવારે ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ભયાનક આંચકો લાગતા સમગ્ર દેશમાં દોડધામ મચી ગઈ હતી. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 7.5 જેટલી હોવાનું નોંધાયું હતું. આંચકાને પગલે સુનામી સર્જાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
દેશના પૂર્વ વિસ્તાર નુસા ટેન્ગારા પ્રાંતમાં ભૂકંપનાં ભયાનક આંચકા વહેલી સવારે અનુભવાયા હતા. અનેક ટાપુઓ પર આંચકા લાગતા લોકોમાં ભારે ભય અને ગભરાટ પ્રસરી ગયા હતા.
Read Local News / Articles : Saurashtra , Gujarat
એડોનારા વગેરે અનેક ટાપુઓ પર આંચકાને પગલે લોકો ઘરોની બહાર દોડી ગયા હતા. કોઈ મોટું નુકશાન કે જાનહાની થયાનું જાણી શકાયું નથી.
સુનામીની ચેતવણી આપવામાં આવી છે અને લોકોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવી છે. સતાવાડાઓએ લોકોને ભયભીત થઇ આડેધડ દોડધામ ન કરવા અપીલ કરી છે.
પરંતુ કાંઠા પરથી સલામત સ્થળે ખસી જવા સલાહ આપવામાં આવી છે. કેટલાક ટાપુઓ પર તો 30 સેક્ધડ સુધી આંચકા ચાલ્યા હતા. જેના પગલે દરિયો તોફાની બને અને સુનામી સર્જાય તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે.
Read About Weather here
ઇન્ડોનેશિયાથી જાપાન સુધી ભૂગર્ભમાં ધડધડાટી ચાલુ રહે છે. ગત 2004 માં વિનાશક ભૂકંપથી 2 લાખ અને 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને સુનામીને કારણે પણ બીજા સેંકડો લોકો તણાઈ ગયા હતા.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here