આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની અચાનક બદલી

આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિ
આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિ

સજા કે શીરપાવ?

રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની આજે અચાનક બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

તામીલનાડુના એરોવીલ ફાઉન્ડેસનના સેક્રેટરી બનાવ્યા: કેન્દ્ર સરકારે પ્રતિ નિયુકતીનો આદેશ આપ્યો

કોરોના મહામારી દરમ્યાન ટીવી પરનો જાણીતો ચહેરો બનેલા અધિકારીની બદલીને પગલે ભારે ચર્ચા

ગુજરાતમાં કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી મહામારીની પરિસ્થિતિ અને આંકડાની નિયમીત માહિતી આપવા માટે ટેલીવીઝન પડદા પરનો જાણીતો ચહેરો બનીને ઉભરી આવેલા રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની આજે અચાનક બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે એમને પ્રતિ નિયુકતી પર તામીલનાડુના વિખ્યાત એરોવિલ ફાઉન્ડેસનના સેક્રેટરી તરીકે નિયુકત કરવાની જાહેરાત કરતા ગાંધીનગરથી નવી દિલ્હી સુધીના રાજકીય અને સત્તાના ગલીયારામાં ભારે ચર્ચા જાગી ઉઠી છે અનેક અનુમાનો અને અટકળો કરવામાં આવી રહયા છે. કોરોના મહામારીને કાબુમાં લેવાની આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની કામગીરી અંગે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તરેહ તરેહની ચર્ચા થતી રહેતી હતી.

Subscribe Saurashtra Kranti here

મીડિયામાં લોકમુખે એવી પણ ટીકા થતી હતી કે, કોરોનાને કાબુમાં લેવાની કામગીરીની વાત કરીએ તો આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની કામગીરી અપરીપકવ, અણધડ અને યોજના વિહીન રહી છે. જો કે તેઓ કોરોના મહામારીના આંકડા આપવા માટે એક સમયે નિયમીત રીતે ટીવી પર આવતા રહેતા હતા. એ અંગે પણ મીડિયામાં એમના પર ટીકા પ્રહારો થતા રહેતા હતા.

રાજકીય વર્તુળો અને સરકારની લોબીમાં ડો.જયંતિ રવિની બદલી અંગે ભીનભીન અભિપ્રાયો વ્યકત કરવામાં આવી રહયા છે. એક વર્ગ એવું કહે છે કે, કોરોના મહામારી સાથે કામ પાર પાડવાની અણઆવડતને કારણે અને દીર્ધદ્રષ્ટિના અભાવને કારણે ગુજરાતના આરોગ્ય વિભાગમાંથી આ પહેલુ માથુ પડયું છે. હજુ આગામી દિવસોમાં અવનવા ફેરફારો થવાની શકયતા અને વધુ માથા વધેરાઇ જવાની સંભાવના રાજકીય નિરિક્ષકો નિહાળી રહયા છે.

Read About Weather here

કેન્દ્ર સરકારે પ્રતિનિયુકતીનો આદેશ આપ્યો હોવાથી તેમની અચાનક બદલી કરવામાં આવી છે. જો કે, એમને એમના વતમાં જ મુકવામાં આવ્યા હોવાથી બદલી પાછળ પણ ચોક્કસ હેતુ અને રાજકારણ હોવાની શકયતા રાજકીય નિરિક્ષકો વ્યકત કરી રહયા છે. ડો.જયંતિ રવિને એમના વતન તામીલનાડુના પ્રસિધ્ધ એરોવિલ ફાઉન્ડેસનના સેક્રેટરી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. એટલે માહિતગાર વર્તુળો બદલીને સજા ગણવી કે શીરપાવ એ વિશે જાતજાતની ચર્ચા અને અટકળો કરી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here