વિધાનસભા વિપક્ષનાં નેતા તરીકે કાર્યભાર સંભાળતા સુખરામ રાઠવા
પરેશ ધાનાણીએ ફૂલહાર કર્યા: વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોની હાજરી
વિધાનસભા વિપક્ષનાં નેતા તરીકે આજે સુખરામ રાઠવાએ વિધિસર પદભાર સંભાળી લીધો છે. એક સાદા પણ ગરિમાપૂર્ણ સમારંભ બાદ વિપક્ષી નેતાએ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં 125 બેઠકો જીતવાનો કોંગ્રેસનું લક્ષ્યાંક છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં જુના અને નવા બંને નેતાઓને તક અપાશે. એ સાથે તેમણે એવી પણ ટકોર કરી હતી કે, પક્ષ પલ્ટાનાં મુદ્દા પર કોંગ્રેસ પાસે વિકલ્પ તૈયાર છે. વિપક્ષી નેતાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા ટીકા કરી હતી કે પ્રજાનાં આરોગ્યનાં ભોગે વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ યોજી શકાય નહીં.
વિધાનસભા પરિસરમાં સુખરામ રાઠવાને પરેશ ધાનાણીએ ફૂલહાર કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુખરામભાઈ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લાગ્યા હતા.
Read About Weather here
પૂજા-અર્ચના કરીને રાઠવાએ વિપક્ષી નેતા તરીકે પદભાર સંભાળી લીધો હતો. રાઠવા એક સક્ષમ આદિવાસી નેતા માનવામાં આવે છે. હંમેશા લોકોના મુદ્દાઓ પર એમનો અભિગમ લડાયક રહયો છે જે કોંગ્રેસને મદદ કરી શકશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here