આખરે 3 વર્ષ બાદ જેલમાંથી લાલૂ પ્રસાદ યાદવ છૂટ્યા

લાલૂ પ્રસાદ યાદવ
લાલૂ પ્રસાદ યાદવ

લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહૃાુ હતું કે, જામીન માટે એક લાખના બોન્ડ જમા કરાવાના રહેશે. સાથે ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે

લાંબી લડાઈ અને કોર્ટ કચેરીના ચક્કર કાપ્યા બાદ આખરે રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી છૂટ્યા છે. હાઈકોર્ટમાંથી જામીન મળતા ૧૨ દિવસ બાદ લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નિકળ્યા છે. લાલૂ યાદવ ૧૯ માર્ચ ૨૦૧૮થી ઘાંસચારા કૌભાંડમાં જેલમાં સજા કાપી રહૃાા હતા.

ઝારખંડ હાઈકોર્ટે ૧૭ એપ્રિલના રોજ ઘાંસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદૃના સુપ્રીમો લાલૂ પ્રસાદને જામીન આપી દીધા છે. લાલૂ હવે જેલમાંથી બહાર આવ્યા છે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પુરી કરવાના આધારે લાલૂ યાદવને શરતો સાથે જામીન અપાયા હતા.

Subscribe Saurashtra Kranti here

આ દરમિયાન તેમણે એક લાખ રૂપિયાના પ્રાઈવેટ બોંડ ભરવાના રહેશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, લાલૂ યાદવ મંજૂરી વગર વિદેશ જઈ શકશે નહીં, તથા પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ જાણ વગર બદૃલી શકશે નહીં. લાલૂ જામીન માટે ૯ એપ્રિલના રોજ સુનાવણી થવાની હતી, પણ સીબીઆઈએ જવાબ સબમિટ કરવા માટે સમય માગ્યો હતો. જો કે, શનિવારે થયેલી સુનાવણીમાં લાલૂ યાદવને જામીન મળી ગયા હતા. હાલમાં દિલ્હીની એઈમ્સમાં લાલૂ યાદવની સારવાર ચાલી રહી છે.

Read About Weather here

લાલૂ યાદવની જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહૃાુ હતું કે, જામીન માટે એક લાખના બોન્ડ જમા કરાવાના રહેશે. સાથે ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે. આ ઉપરાંત તેમણે પાસપોર્ટ જમા કરવાનો રહેશે. કોર્ટની મંજૂરી વગર લાલૂ વિદેશ જઈ શકશે નહીં.

દૃુમકા કોષાગારમાંથી ગેરકાનૂની રીતે લેવડદેવડના મામલે લાલૂ પ્રસાદને જામીન અડધી સજા પુરી કરવાના દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતે લાલૂ પ્રસાદ યાદવને સાત-સાત વર્ષની બે અલગ અલગ સજા ફટકારી હતી. પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવે દાવો કર્યો હતો કે, તેમણે અડધી સજા પુરી કરી નાખી છે. જેથી જામીન મળવા જોઈએ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here