કેબીનેટની સુરક્ષા સમિતીની ખાસ બેઠકમાં વડાપ્રધાનનો નિર્ણય: મદદની આશા રાખતા તમામ અફઘાનિઓને પણ સહાયભૂત બનવાનો ફેંસલો
તાલીબાન સરકારને માન્યતા આપવી કે નહીં એ નિર્ણય હવે પછી લેવાશે: વિશ્ર્વના લોકશાહી સંચાલિત દેશોના નિર્ણયને ભારત અનુસરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબીનેટની સુરક્ષા સમીતીની ખાસ બેઠકમાં એવો આદેશ આપ્યો હતો કે, અફઘાનિસ્તાનથી આવતા તમામ શીખ અને હિન્દુઓને ભારતમાં આશરો આપવામાં આવશે. એટલુ જ નહીં જે કોઇ અફઘાનિઓ ભારત તરફ મદદની મીટ માંડીને બેઠા છે એ તમામ અફઘાનિઓને પણ ભારત સહાયભુત બનશે.
Visit Saurashtra Kranti Homepage here
કેબીનેટની સુરક્ષા સમીતીની બેઠકમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભારતીય નાગરીકોને સુરક્ષીત લાવવા અંગેના પગલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ દેશની વર્તમાન સુરક્ષાઇ સ્થિતિનો પણ કયાસ કાઢવામાં આવ્યો હતો.
તમામ ભારતીય નાગરીકોને સુરક્ષીત પાછા લાવવા જરૂરી તમામ પગલા લેવા વડાપ્રધાન મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો. જે શીખ અને હિન્દુ લઘુમતીઓ ભારત આવવા માંગે છે. એમનું રક્ષણ કરવાની અને અફઘાનિ નાગરીકોને પણ મદદ રૂપ બનવાની વડાપ્રધાને તાકિદ કરી હતી.
સુરક્ષા અંગેની કેબીનેટ કમીટીની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહયા હતા. વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકા હોવાથી હાજરી આપી શકયા ન હતા.
વડાપ્રધાનના પ્રીન્સીપાલ સેક્રેટરી પી.કે.મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને કેબીનેટ સચિવ રાજીવ ગૌબા પણ હાજર રહયા હતા. ગઇકાલે કાબુલથી જામનગર થઇ નવી દિલ્હી આવેલા હવાઇ દળના ખાસ વિમાનમાં સુરક્ષીત વતન આવી ગયેલા ભારતીય રાજદૂત આર.ટંડન પણ બેઠકમાં હાજર હતા.
વિશ્ર્વના લોકશાહી વાદી દેશોની સાથે રહીને ભારત સરકાર તાલીબાન શાસનને માન્યતા આપવી કે નહીં તેનો નિર્ણય લેશે. અફઘાનિસ્તાનના નવા શાસકો કયાં પ્રકારે શાસન કરે છે તેના પર આ નિર્ણય આધારીત રહેશે.
ગયાં વખતે મુલ્લા ઉમરના તાલીબાન શાસનને વિશ્ર્વના મોટા ભાગના દેશોની જેમ ભારતે પણ માન્યતા આપી ન હોતી. આ વખતે અન્ય દેશો નિર્ણય લે એ મુજબ ભારત પણ નિર્ણય લેશે.
Read About Weather here
આતંકવાદના કેન્દ્રો અંગે તથા નાગરીકો સાથેના વર્તન અંગે તાલીબાનોની કામગીરી કેવી રહે છે તેના પર વિશ્ર્વની નજર રહેશે. હજુ ત્યાં નેતાગીરીએ સત્તા વિધિસર સંભાળી નથી. તાલીબાનો ખરા અર્થમાં દેશને ઇસ્લામી પ્રજાસતાક બનાવે છે કે, આઇએસઆઇનો હિસ્સો બનીને કામ કરે છે એ તાલીબાનોના નવા શાસકોની કામગીરી બાદ જ જાણવા મળી શકશે.
પાકિસ્તાન અને ચીન નવા શાસનને પાંખમાં લેવાની ભરચક કોશીશો કરી રહયા છે પણ તાલીબાનની વર્તમાન તેના ગીરી તેની છબી સુધારવા માટે પ્રયત્નશીલ હોય તેવું લાગે છે એ કારણે જ તાલીબાનોએ આવતા વેત મહિલાઓને સરકારમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે અને તાલીબાનની નેતાગીરીની નવી વિચાર ધારાનો સંકેત આપ્યો છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here