બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સન વિશે આવ્યા છે મોટા સમાચાર. કહેવાય છે કે જહોન્સનને પોતાની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે એક સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં બંનેના પરિવારજન અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા છે. જયારે અગાઉ એવા સમાચાર હતા કે આ કપલ આગામી વર્ષે લગ્ન કરવાનું છે.
Subscribe Saurashtra Kranti here
મીડિયા રિપોર્ટ્સ મુજબ જહોન્સન અને સાઈમન્ડ્સે ખુબ જ ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે. અગાઉ તેઓ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે તેવી ચર્ચાઓ હતી અને આ માટે ૫૬ વર્ષના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સન અને તેમની ૩૩ વર્ષની મંગેતર કેરી સાયમન્ડ્સે પોતાના પરિજનો અને મિત્રોને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ મોકલી દીધુ હતું. જો કે કાર્ડમાં લગ્નનું વેન્યૂ નહતું અપાયું.
૨૦૧૯માં જહોન્સન પ્રધાનમંત્રી બન્યા બાદથી જ જહોન્સન અને સાઈમન્ડ્સ ડાઉનીંગ સ્ટ્રિટમાં એક સાથે રહે છે. ગત વર્ષે તેમને એક પુત્ર પણ અવતર્યો છે. પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જહોન્સન છે.
Read About Weather here
આ અગાઉ જહોન્સનના લગ્ન મરીના વ્હીલર સાથે થયા હતા. તેમના ૪ બાળકો છે. લગ્નના ૨૫ વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૮માં તેમણે જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે. વ્હીલર પહેલા જહોન્સને એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા. હવે સાઈમન્ડ્સ તેમના ત્રીજી પત્ની હશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here