આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલેએ ઓક્ટોબર મહિનામાં શરૂ થનાર ટી20 વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત કરી દૃીધી છે. આઇસીસી પુરુષ ટી-20 વિશ્ર્વ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન અને યૂએઈમાં રમાશે. ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે.
Visit Saurashtra Kranti Homepage here
આયરલેન્ડ, નેધલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દૃર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.
સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે. આઇસીસીએ ગ્રુપની પહેલા જ જાહેરાત કરી દૃીધી હતી.
આજે આઈસીસીએ સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દૃીધો છે. આઈસીસી ટી20 વર્લ્ડકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી ક્વોલિફાઇ રાઉન્ડ સાથે થવાનો છે. ત્યારબાદૃ 23 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપનો મહત્વના મુકાબલાની શરૂઆત થવાની છે. ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે દુબઈમાં આમને-સામને હશે.
આ ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. આઇસીસી ટી20 વર્લ્ડકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. ICC એ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે.
- ભારતની મેચનો કાર્યક્રમ:
24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર B-1
8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર A-2
Read About Weather here
- નૉકઆઉટ તબક્કો:
10 નવેમ્બર: સેમીફાઇનલ 1
11 નવેમ્બર: સેમીફાઇનલ 2
14 નવેમ્બર: ફાઇનલ
14 નવેમ્બરે રમાશે ફાઇનલ મેચ
ICC ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ:
- રાઉન્ડ-1
ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન
- સુપર 12
ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2 (3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here