Subscribe Saurashtra Kranti here.
LIC ઓફ ઇન્ડિયાની કચેરીઓ બંધ રહેતા રોજ થતી કરોડો રૂપિયાની પ્રિમીયમ અને નવા ધંધાની આવક અટકી ગઈ
જીવનવીમા સંસ્થા LIC નો IPO લાવીને પોતાનો હિસ્સો ઘટાડવાનો કેન્દ્ર સરકારના પગલાના વિરોધ તથા દેશના વીમા ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધારીને 74% સુધી લઇ જવાના નિર્ણયના વિરોધ તેમજ એલ.આઈ.સી કર્મચારીઓ, અધિકારીઓના પગાર સુધારણામાં 41 માસ જેવા લાંબા સમયથી થતા વિલંબના વિરોધમાં આજે દેશભરમાં LIC ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તથા અધિકારીઓએ સજ્જડ હડતાલ પડી કેન્દ્ર સરકાર સામે પ્રચંડ રોષ-આક્રોશની આંધી ઉઠાવી હતી. આજની હડતાલની વિશેષતા એ હતી કે કઈંઈ ના ક્લાસ-વન ઓફિસર્સ, વર્ગ-2 ના વિકાસ અધિકારીઓ તથા વર્ગ-3 અને 4ના કર્મચારીઓના તમામ યુનિયનોએ એક મંચ ઉપર આવી અભૂતપૂર્વ એકતા સાથે હડતાલ પડતા તમામ કચેરીઓ સજ્જડ અને જડબેસલાક બંધ કરી હતી. ઘણા વર્ષો પછી આવી અભૂતપૂર્વ હડતાલ પડી હતી.
આજની આ હડતાલને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશભરમાં LIC ઓફ ઇન્ડિયાની કચેરીઓ બંધ રહેતા રોજ થતી કરોડો રૂપિયાની પ્રિમીયમ અને નવા ધંધાની આવક અટકી ગઈ હતી અને વીમાધારકોના દાવાઓની પતાવટ તથા વીમા પોલીસીઓની સર્વીસીંગ સેવા પણ ઠપ્પ થઇ ગઈ હતી. વીમા વ્યવસાય માટે અત્યંત મહત્વના એવા માર્ચ માસમાં જ આ હડતાલ પડતા જીવન વીમાની પોલીસીઓના વેચાણના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની કામગીરીમાં પણ વિક્ષેપ પડ્યો હતો. નવા ધંધાની આવક ઉપરાંત કરોડો રૂપિયાની રીન્યુઅલ પ્રિમીયમની આવક પણ આજે બંધ રહી હતી.પ્રિમીયમ ઉપરાંત વસૂલાતા જીએસટીની આવક પણ બંધ રહેતા કેન્દ્ર સરકારને પણ કરોડોની નુકશાની થઇ હતી.
આજની આ હડતાલની સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશેષ અસર જોવા મળી હતી. હડતાલને કારણે એલ.આઇ.સી ની રાજકોટની ડીવીઝનલ ઓફીસ ઉપરાંત ચારેય શાખાઓ, ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ, જામનગર, ખંભાળીયા, મોરબી, ઉના, વેરાવળ, કેશોદ, પોરબંદર, ગાંધીધામ, ભૂજ એમ તમામ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં જોડતા કર્મચારીઓ જડબેસલાક બંધ કરી હતી. હડતાલ શરૂ થવાના સમયે 11કલાકે તમામ યુનિયનોએ હોદેદારોની આગેવાનીમાં કર્મચારીઓ અને અધિકારીઓએ એકત્ર થઇ કેન્દ્ર સરકાર તથા મેનેજમેન્ટ વિરોધી સુત્રોચાર કરી વાતાવરણ ગજાવી મુક્યું હતું.
Read About Weather here
તમામ યુનિયનોના હોદેદારોએ કઈંઈ જેવી પ્રગતિશીલ અને ખુદ સરકારને કરોડો રૂપિયાની આવક રળી આપતી, સોનાના ઈંડા આપતી મરઘી જેવી સંસ્થાનો ઈંઙઘ લાવીને માત્ર નાણા ખાતર પોતાની હિસ્સેદારી વેંચીને ખાનગીકારણને પ્રોત્સાહન આપવાની નીતિને આક્રોશ સાથે વખોડી કાઢી હતી. એલ.આઈ.સી કર્મચારીઓ તથા અધિકારીઓના પગાર સુધારણામાં 41માસ જેટલો અસહ્ય વિલંબ થયો છે તે બાબતે પણ કર્મચારીઓ અધિકારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here