તમામ માછીમારો અને બોટને જાફના ઉપાડી જવાયા: તમામનું કોરોના ટેસ્ટ કરીને કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીઓ
તમિલનાડુમાં રામેશ્ર્વરમનાં દરિયામાં માછીમારી કરી રહેલા 55 જેટલા ભારતીય માછીમારોનું શ્રીલંકાનાં નૌકાદળ દ્વારા અપહરણ કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
શ્રીલંકાનાં નૌકાદળનું જહાજ 8 બોટ અને તમામ માછીમારોને ઘેરીને જાફના તરફ ઉપાડી ગયું હતું તેમ જાણવા મળ્યું છે. શ્રીલંકાનાં સતાવાડાઓએ એવો દાવો કર્યો હતો કે, માછીમારોનું કોરોના ટેસ્ટ કર્યા બાદ કાનૂની કાર્યવાહી માટે સ્થાનિક સતાવાડાઓને સોંપી દેવામાં આવશે.
શ્રીલંકા સરકારનાં સુત્રોએ એવો દાવો કર્યો છે કે, શ્રીલંકાનાં દરિયાઈ વિસ્તારમાં ગેરકાનૂની થતી માછીમારી રોકવા માટે નૌકાદળનાં જહાજ નિયમિત પેટ્રોલિંગ કરતા રહે છે. પકડાયેલા તમામ માછીમારોને શ્રીલંકાનાં નૌકા કેમ્પ લઇ જવાયા છે. પણ એમના વિશે તમિલનાડુમાં કોઈને ખબર નથી.
દરમ્યાન ચેન્નાઈ ખાતે માછીમાર સંગઠનોને બેઠક મળી હતી અને પકડાયેલા માછીમારો તથા બોટ પાછા લાવવા માટે તાત્કાલિક દરમ્યાનગીરી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો. માછીમારોને રક્ષણ ન અપાય ત્યાં સુધી કોઈ માછીમારી બોટ દરિયામાં જશે નહીં. એવું જાહેર કરાયું છે.
શ્રીલંકાનું નૌકાદળ અવારનવાર આવી રીતે ગેરકાયદે માછીમારીનું આરોપ મૂકીને ભારતીય માછીમારોને ઉપાડી જાય છે અને બોટ પણ લઇ જાય છે.
Read About Weather here
તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને ઘટનાબાદ તુરંત જ વિદેશમંત્રી એસ.જે.શંકર સાથે વાતચીત કરી હતી અને માછીમારોની મુક્તિ માટે દરમ્યાનગીરી કરવા વિદેશમંત્રીને અનુરોધ કર્યો હતો.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here