42 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ નાઇજીરિયનની ધરપકડ

એમડી ડ્રગ્સ
એમડી ડ્રગ્સ

નાલાસોપારા પૂર્વમાં મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) વેચવા આવેલા ત્રણ નાઇજીરિયનને તુલિંજ પોલીસે ઝડપી પાડ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

તુલિંજ પોલીસ સ્ટેશનના પીઆઇ રાજેન્દ્ર કાંબળેને માહિતી મળી હતી કે નાલાસોપારા પૂર્વમાં ૯૦ ફૂટ રોડ પર પ્રગતિનગરમાં નાઇજીરિયનો ડ્રગ્સ વેચવા માટે આવવાના છે. આથી પોલીસની ટીમે સોમવારે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન એ સ્થળે ત્રણ નાઇજીરિયન આવતાં પોલીસે તેમને તાબામાં લીધા હતા. ત્રણેયની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. ૪૨ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

Read About Weather here

ત્રણેય જણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે અહીં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here