12વી ફેઈલ ચીનના 20,000 થીયેટર સ્ક્રિનમાં રિલીઝ થશે

12વી ફેઈલ ચીનના 20,000 થીયેટર સ્ક્રિનમાં રિલીઝ થશે
12વી ફેઈલ ચીનના 20,000 થીયેટર સ્ક્રિનમાં રિલીઝ થશે

 ઓછા બજેટમાં બનેલી ફિલ્મ 12મી ફેલના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે. અભિનેતા વિક્રાંતની સાથે મેધા શંકરનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

એક ઈવેન્ટ દરમિયાન વિક્રાંત મેસ્સીએ જણાવ્યું હતું કે, ચીનમાં હિન્દી ફિલ્મોની પુષ્કળ માંગ રહેતી હોય છે. ચીનના ઓડિયન્સને હિન્દી ફિલ્મો ગમે છે. તેથી ’12વીં ફેલ’ને ચીનમાં 20,000 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવશે.

વિક્રાંત મેસ્સીએ પોતાની ફિલ્મને મોટા પાયે ચીનમાં રિલીઝ કરવાના આયોજન સંદર્ભે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અગાઉ આમિર ખાનની ફિલ્મો દંગલ, સીક્રેટ સુપરસ્ટાર અને પીકે ચીનમાં રિલીઝ થઈ હતી અને આ તમામ ફિલ્મો સારો બિઝનેસ કર્યો હતો.

રિપોર્ટ્સ મુજબ, દંગલને 196,89 મિલિયન ડોલર, સીક્રેટ સુપર સ્ટારને 118.24 મિલિયન ડોલર અને પીકેને 116.6 મિલિયન ડોલરની આવક થઈ હતી. વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી “12વીં ફેલ’ને ઓડિયન્સ અને ક્રિટિક્સ તરફથી ભરપૂર વખાણ મળી રહ્યા છે.

આ ફિલ્મની રિલીઝને 25 અઠવાડિયા પૂરા થઈ રહ્યા છે ત્યારે તેને ચીનમાં મોટા પાયે રિલીઝ કરવાનું આયોજન છે. આમિર ખાનની ફિલ્મો જેવી મોટી સફળતા મેળવવામાં આ લો બજેટ ફિલ્મ સફળ રહે છે કે નહીં તેના પર સૌની નજર છે.