૧૪ માળનું ભારતનું સૌપ્રથમ પ્રીમિયમ ક્રૂઝ શિપ કર્ણિકા ૧ વર્ષમાં જ ભંગારમાં વેચાયું

ભારતનું સૌથી મોટું અને લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ ૧૧.૬૫ લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતી કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલિકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે,

પરંતુ તેઓ નાદાર સાબિત થતાં જહાજને વેચવાનો વારો આવ્યો હતો. અનેક લોકોનાં નાણાં બાકી હોવાથી કોર્ટ કેસમાં ફસાયેલા શિપની હરાજી કોર્ટ દ્વારા કરી અને નાણાંની ચુકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી હતી. કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ ૧૨મી માર્ચ ૨૦૨૦થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ ૬૦ ક્રૂ-મેમ્બરો તેની દેખભાળ કરી રહૃાા છે. આ જહાજ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહૃાું હતું.

કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને એ ક્રૂઝ સેવામાં ખાસ્સું લોકપ્રિય છે. એનકેડી મેરીટાઇમ કંપની દ્વારા કોર્ટમાંથી કર્ણિકા ક્રૂઝ શિપ ખરીદવામાં આવ્યું છે અને તેમની પાસેથી ખરીદવા માટે અલંગના શ્રીરામ ગ્રુપ ઉપરાંત બાંગ્લાદેશના શિપબ્રેકરો પણ પ્રયાસ કરી રહૃાા છે. એનકેડી મેરીટાઇમના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જે અંતિમ ખરીદનાર શિપબ્રેકર તરફથી વધુ રકમની ઓફર થશે ત્યાં આ જહાજ ભાંગવામાં આવશે.