૧૨ માર્ચે ક્વોડ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક યોજાશે: મોદી-બાઇડન જોડાશે

પીએમ મોદી ૧૨મી માર્ચ ક્વોડ નેતાઓની પહલે વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થવાના છે. આ મીટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડન, ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન તથા જાપાનના પ્રધાનમંત્રી સુગા પણ સામેલ થવાના છે. નોંધનીય છે કે આ ચાર દેશોની બેઠકમાં વૈશ્ર્વિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તથા વેક્સિન મુદ્દે પણ મહામરી સામેની જંગ વિશે મહત્વની ચર્ચા થાય તેવી આશા છે.

મીટિંગમાં પહેલા વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં કોરોના વાયરસની મુશ્કેલી સામે કરવામાં કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વિસ્તારથી વાતચીત કરવામાં આવશે જેમાં વેક્સિન પહોંચાડવી એ મહત્વનો મુદ્દો છે. એક અહેવાલ અનુસાર અમેરિકાના અધિકારીએ સંકેત આપ્યા છે કે કોરોના વાયરસ સામે વેક્સિન નિર્માણમાં ભારતણે પ્રોત્સાહન આપવા માટે એક કરારની પણ જાહેરાત કરી શકાય છે.

નોંધનીય છે કે મંગળવારે વ્હાઇટ હાઉસ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે જૉ બાયડન પણ આ બેઠકમાં હિસ્સો લેવાના છે. અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ આ પહેલો મોકો હશે જેમાં પીએમ મોદી અને જૉ બાયડન આમને સામને હશે. ભારતે આ બેઠકમાં વેક્સિન ઉત્પાદન ક્ષમતામાં રોકાણ કરવા માટે આગ્રહ કર્યો છે ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં મહામારી સામેના મુદ્દા, કોરોના વાયરસ સામે આર્થિક સહયોગ તથા જળવાયુ સંકટણે લઈને ચર્ચા કરવામાં આવશે.