સુરતમાં વેક્સીનેશન ન થયું હોવા છતાં સર્ટિફીકેટ!!!

દેશમાં મહારસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ
દેશમાં મહારસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ

સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા લોકોને વેક્સિનેશન થઈ ગયું છે

Subscribe Saurashtra Kranti here

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ઘણી ઝડપી થઈ રહી છે પરંતુ વેક્સિનેશનની કામગીરી બાદ જનરેટ થતાં સર્ટિફિકેટમાં અંધેર વહીવટ ચાલી રહયો છે.

સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા લોકોને વેક્સિનેશન થઈ ગયું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી વધુ અસરકારક બનાવવા પ્રયાસ થઈ રહૃાો છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે વેક્સીનેશન સેન્ટર પર લોકોની લાઈન જોવા મળી રહી છે.

ગત રવિવારે સુરત મહાનગરપાલિકામાંનો જથ્થો ખૂટી જતાં સોમવારે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું. તેમ છતાં જે લોકોની સોમવારની એપોઇન્ટમેન્ટ હતી તે લોકો માંથી અનેક લોકોના સર્ટિફિકેટ જનરેટ થઈ ગયા છે.

સલાબતપુરા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ અને તેમની પત્નીને સોમવારે વેક્સિનેશન માટેની અપોઈન્ટમેન્ટ હતી. ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર તેઓ માટે ગયા ત્યારે આજે રજા છે.

બે દિવસ પછી આવજો તેમ કહેવામાં આવ્યું હતું. વેકસીન લીધા વિના તેઓ ઘરે પરત ફરે તે પહેલાં જ એમના મોબાઈલમાં વેક્સિનેશન સફળતાપૂર્વક થયું છે તેવું સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું હતું. વેકસીન લીધા વિનાજ સર્ટિફિકેટ આવી જતા આ દંપતી ચોંકી ગયુ હતુ.

ત્યારબાદ આજે તેઓ વેક્સિન લેવા માટે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેઓને વેક્સિન આપવા માટેની તૈયારી તો સસ્ટાફે તૈયારી બતાવી હતી પરંતુ સર્ટિફિકેટ તમારું જુનુ ચાલશે તેમ કહૃાું હતું.

Read About Weather here

જોકે કિરીટભાઈ એ હેલ્પ સેન્ટરમાં તપાસ કરતા પાલિકાના કર્મચારીઓ જૂનું સર્ટિફિકેટ ડીલીટ કરીને નવું રજીસ્ટેશન કરશે તેવું જણાવ્યું હતું. પરંતુ પાલિકાનો સ્ટાફ આ મુજબની કામગીરી નહીં થશે તેવું સ્પષ્ટ કહે છે. જેને કારણે વેક્સિન લેવા જતા લોકોની મૂંઝવણમાં વધારો થઈ રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here