સરકાર વાતચીત માટે મંચ તૈયાર કરે, વચ્ચેનો રસ્તો કાઢીશું : નરેશ ટિકૈત

ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ પણ ખેડૂત આંદોલન ચાલુ છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પરથી હટવાની ના પાડી દીધા બાદ ખેડૂતો હજારોની સંખ્યામાં અહીંયા એકઠા થયા છે.બીજી તરફ પીએમ મોદીએ ફરી એક વખત ખેડૂતોને વાટાઘાટો કરવાની અપીલ કરી છે ત્યારે ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહૃાુ છે કે, પીએમ મોદીએ જે વાત કરી છે તેનુ અમે સન્માન કરીએ છે.અમે ઈચ્છતા નથી કે સંસદ કે સરકાર અમારી આગળ ઝુકે પણ સાથે સાથે ખેડૂતોના આત્મ સન્માનની પણ રક્ષા કરવામાં આવશે.

તેમણે કહૃાુ હતુ કે, અમે કોઈને પણ તિરંગાનુ અપમાન નહીં કરવા દઈએ અને તિરંગાને હંમેશા ઉંચો જ રાખીશ. ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસા એક ષડયંત્રનુ પરિણામ હતી.તેની તપાસ થવી જોઈએ. સરકારે જેમને પણ હિંસા બદલ પકડયા છે તેમાં અમારા લોકોને છોડવા જોઈએ અને વાટાઘાટો માટે મંચ તૈયાર કરવો જોઈએ. અમને આશા છે કે, વચ્ચેનો કોઈ રસ્તો નીકળશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ આજે મન કી બાતમાં પણ કહૃાુ હતુ કે ખેતીને આધુનિક બનાવવા માટે સરકાર પ્રતિબધ્ધ છે અને પગલા ભરી રહી છે.