સરકારી ચોપડે માત્ર 109ના મોત, પરંતુ એપ્રિલમાં નોંધાયા 2,500 અંતિમ સંસ્કાર !

સરકારી ચોપડે માત્ર 109ના મોત
સરકારી ચોપડે માત્ર 109ના મોત

૧થી ૩૦ એપ્રિલ દરમિયાન જિલ્લામાં 109 કોવિડ મૃતકો ઉપરાંત ૨,૫૬૭ મૃતદેહના કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોનાનો પ્રકોપ વધુ પ્રબળ બની રહૃાો છે. જો કે, સરકારી આંકડા અને જમીની સ્થિતિમાં ભારે મોટો તફાવત છે. ભોપાલ પ્રશાસનનું માનીએ તો એપ્રિલ મહિનામાં કોરોનાના કારણે 109 લોકોના મોત થયા હતા પરંતુ સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનનો આંકડો એક અલગ જ ચિત્ર દર્શાવી રહૃાો છે.

Subscribe Saurashtra Kranti here

જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે ૩ સ્મશાન ઘાટ અને એક કબ્રસ્તાન છે. ત્યાંથી મળેલા આંકડાઓ પ્રમાણે ૧થી ૩૦ એપ્રિલ દરમિયાન જિલ્લામાં 109 કોવિડ મૃતકો ઉપરાંત ૨,૫૬૭ મૃતદેહના કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ચારેય જગ્યાના કર્મચારીઓના કહેવા પ્રમાણે આ સમયગાળા દરમિયાન ૧,૨૭૩ કોવિડ પેશન્ટ ન હોય તેવા દર્દીના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Read About Weather here

ભોપાલમાં ૬ સ્મશાન ઘાટ અને ૪ કબ્રસ્તાન છે. જેમાં ૪ સ્મશાન ઘાટ અને એક કબ્રસ્તાન કોવિડના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. કબ્રસ્તાન અને સ્મશાનના અધિકારીઓ અને કર્મચારીઓના કહેવા પ્રમાણે મૃતદેહોની ભીડને પહોંચી વળવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડે છે.

ત્યાં કામ કરતા કર્મચારીઓના કહેવા પ્રમાણે સ્મશાન ઘાટની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અનેક જગ્યાએ પીપીઈ કીટ અને મોજાઓનો ખડકલો જામ્યો છે. તેમણે નગર નિગમ જગ્યાને સેનિટાઈઝ કરે તેવી માંગણી પણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here