સરકારના અભિપ્રાય વિરુદ્ધ બોલવું એ દેશદ્રોહ નથી: સુપ્રિમ કોર્ટ

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

સુપ્રિમ કોર્ટે ફારુક અબ્લ્લાદુને મોટી રાહત આપી

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્લ્લાદુને ભારે મોટી રાહત આપી છે. કોર્ટના કહેવા પ્રમાણે સરકારી અભિપ્રાયોથી અલગ અને વિરૂદ્ધ અભિપ્રાય ધરાવતા વિચારોની અભિવ્યક્તિને દેશદ્રોહ ન કહી શકાય. હકીકતે, ફારૂક અબ્લ્લાદુના કલમ ૩૭૦ મામલે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં અરજી નોંધાવવામાં આવી હતી.

આ અરજીમાં ફારૂક અબ્લ્લાદુના નિવેદનને ધ્યાનમાં લઈ તેમના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવા માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત તેમની સંસદીય સદસ્યતા રદ્દ કરવા પણ માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્લ્લાદુ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સાથે જ અરજીકર્તા રજત શર્માને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

અરજીકર્તાના આરોપ પ્રમાણે ફારૂક અબ્લ્લાદુએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવા ચીનથી મદદ લેવાની વાત કરી હતી. નેશનલ કોન્ફરન્સ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતા. પાર્ટીએ કહૃાું હતું કે, ’અબ્લ્લાદુએ કદી અમે ચીન સાથે હાથ મિલાવીને કલમ ૩૭૦ ફરી અમલમાં લાવીશું તેમ નથી કહેલું. તેમના નિવેદનને ખોટી રીતે મારી-મચડીને રજૂ કરવામાં આવ્યું છે.’