સચિને જ ધોનીને ટીમ ઇન્ડિયા નેતૃત્વ સોંપવા કહૃાું હતું: પવારનો ખુલાસો

૨૦૦૭માં દ્રવિડ-સચિને કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો

પૂર્વ બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારે કહૃાું કે, સચિન તેંડુલકરે જ ૨૦૦૭માં મહેન્દ્રિંસહ ધોનીનું નામ કપ્તાની માટે સજેસ્ટ કર્યું હતું. ૨૦૦૫થી ૨૦૦૮ સુધી બોર્ડના અધ્યક્ષ તરીકે ફરજ નિભાવનાર પવારે કહૃાું કે, બોર્ડ પાસે કોઈ વિકલ્પ નહોતો. તત્કાલીન કપ્તાન રાહુલ દ્રવિડે કપ્તાની કરવાથી ઇનકાર કરી દીધો હતો. સચિન પણ કપ્તાની કરવા માટે તૈયાર નહોતો. તે પછી ધોનીને કપ્તાની સોંપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ભારત ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું.

પવારે કહૃાું કે, મને યાદ છે કે ૨૦૦૭માં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. રાહુલ દ્રવિડ ટીમની કપ્તાની કરી રહૃાો હતો. હું પણ તે સમયે ઇંગ્લેન્ડમાં જ હતો. ત્યારે દ્રવિડ મારી પાસે આવ્યો અને કહૃાું કે, હું હવે કપ્તાની કરવા માગતો નથી. તેની અસર મારી બેટિંગ પર થઈ રહી છે. મને કપ્તાનીમાંથી રજા આપવામાં આવી જોઈએ. મેં આ પછી સચિન સાથે વાત કરી અને તેને કપ્તાની કરવા કહૃાું. પરંતુ તેણે પણ ટીમની કમાન સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો.

પવારે કહૃાું, ’આ પછી મેં સચિનને કહૃાું કે જો તમે અને દ્રવિડ ટીમનું નેતૃત્વ નહીં કરો તો ટીમ કેવી રીતે દોડશે. આ પછી સચિને મને કહૃાું કે ટીમમાં બીજો એક ખેલાડી છે જે દેશનું નેતૃત્વ કરી શકે છે. તેનું નામ મહેન્દ્રિંસહ ધોની છે. તે પછી અમે કેપ્ટનશિપ ધોનીને સોંપી. ૨૦૦૭ના વનડે વર્લ્ડ કપમાં પરાજય બાદ ભારત માટે કેપ્ટનશિપ મુશ્કેલી બની ગઈ હતી.