શેરબજાર સતત પાંચમા દિવસે તેજી, સેન્સેક્સ ૪૭,૦૦૦ ઉપર બંધ

સેન્સેક્સ ૨૫૯ અંક વધ્યો, નિટી ૧૩૯૩૨ પર બંધ

સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે શેર બજાર લીલા નિશાન પર બંધ રહૃાો હતો, કારણ કે સકારાત્મક ઘરેલું અને વૈશ્ર્વિક પરિબળોને કારણે રોકાણકારોની ભાવના તીવ્ર બની છે. સેન્સેક્સ અને નિટીના ફાયદા પર મુખ્ય શેર સૂચકાંકો બંધ થયા ત્યારે આ સતત પાંચમાં ટ્રેિંડગ સેશન છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૫૫ ટકા વધીને ૨૫૯.૩૩ પોઇન્ટ રહૃાો છે, જે ૪૭૬૧૩.૦૮ પર બંધ રહૃાો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૦.૪૩ ટકા (૫૯.૪૦ પોઇન્ટ) વધીને ૧૩૯૩૨.૬૦ ના સ્તર પર બંધ રહૃાો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે એક્સિસ બેક્ધ, એચસીએલ ટેક, યુપીએલ, ઈન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક લીલા નિશાન પર બંધ થયા છે. નેસ્લે ઇન્ડિયા, હિડાલ્કો, ટાટા મોટર્સ, એનટીપીસી અને કોલ ઈન્ડિયાના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે બેંકો, ફાઇનાન્સ સેવાઓ, આઇટી, ખાનગી બેંકો અને પીએસયુ બેંકો લીલા નિશાન પર બંધ થયા છે. રિયલ્ટી, મીડિયા, ફાર્મા, ઓટો અને મેટલ લાલ નિશાન પર બંધ થયા છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેક્ધ, એક્સિસ બેક્ધ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેક્ધ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. ઈન્ડસઈન્ડ બેક્ધ ૫.૪૧ ટકા વધીને ૯૧૩.૩૦ પર બંધ રહૃાો હતો. એક્સિસ બેક્ધ ૨.૦૬ ટકા વધીને ૬૩૦.૨૫ પર બંધ રહૃાો હતો. જોકે નેસ્લે, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. નેસ્લે ૧.૭૪ ટકા ઘટીને ૧૮૨૭૫ પર બંધ રહૃાો હતો. એનટીપીસી ૧.૬૯ ટકા ઘટીને ૯૮.૭૫ પર બંધ રહૃાો હતો.

યુરોપ અને અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે મંગળવારે અન્ય એશિયાઈ બજારોમાં પણ તેજી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૭૩૪ અંક(૨.૭૪ ટકા)વધી ૨૭૫૮૯ પર બંધ થયો છે. આ સિવાય હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ ૨૬૯ અંકના વધારા સાથે ૨૬૮૫૪ પર બંધ થયો છે. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૧૮ અંક નીચે ૩૩૭૯ પર બંધ થયો હતો.