શેરબજારમાં રોનક: સેન્સેક્સ ૪૯ હજારના ઓલટાઇમ હાઇના સ્તરે

સેન્સેક્સ ૪૮૭ અંક વધી ૪૯,૨૬૯ પર બંધ રહૃાો

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ ૪૯ હજારના ઓલ ટાઈમ હાઈના સ્તરને વટાવ્યું હતું. દિવસના અંત સેન્સેક્સ ૪૮૭ અંક વધી ૪૯૨૬૯ પર બંધ થયો હતો. જ્યારે નિટી ૧૩૮ અંક વધી ૧૪૪૮૪ પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એચડીએફસી, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા.

એચસીએલ ટેક ૬.૦૯ ટકા વધીને ૧,૦૫૫.૦૫ પર બંધ થયો હતો. ઈન્ફોસિસ ૪.૯૦ ટકા વધીને ૧૩૭૬.૧૦ પર બંધ થયો હતો. જોકે બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, લાર્સન, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. બજાજા ફિનસર્વ ૧.૯૨ ટકા ઘટીને ૮૯૯૪.૧૦ પર બંધ રહૃાો હતો. રિલાયન્સ ૧.૮૬ ટકા ઘટીને ૧૮૯૭.૦૦ પર બંધ રહૃાો હતો.

જાન્યુઆરીમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ શુદ્ધ રૂપથી ૪,૮૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જોકે પ્રોવિઝનલ આંકડાઓમાં આ ૯૨૬૪ કરોડ રૂપિયા છે. શુક્રવારે જ ૬ હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં ૬૨ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એમાંથી એકથી ૧૫ ડિસેમ્બરની વચ્ચે ૪૧,૮૯૮ કરોડ રૂપિયા, જ્યારે ૧૬થી ૩૧ ડિસેમ્બરની વચ્ચે ૨૦,૧૧૮ કરોડ રૂપિયાનું રોકાણ થયું. ૨૦૨૦માં એફઆઇઆઇનું ઈક્વિટીમાં કુલ રોકાણ ૧.૬૦ લાખ કરોડ રૂપિયા રહૃાું છે.

અમેરિકામાં નવા રાહત પેકેજની જાહેરાતથી શુક્રવારે વિશ્ર્વના શેર માર્કેટમાં તેજી નોંધાઈ હતી. એમાં દક્ષિણ કોરિયાનો કોપ્સી ૩.૯૭ ટકા પર બંધ થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૧.૨૦ અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૨.૩૬ ટકા પર બંધ થયા હતા. બીજી તરફ, ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકાનાં બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ ૧.૦૩ ટકા અને એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૦.૫૫ ટકા પર બંધ થયો હતો. આ સિવાય યુરોપનાં શેરબજારોમાં પણ વધારો નોંધાયો હતો.

ટીસીએસનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે બજારમાં રેકોર્ડ તેજી છે. ટીસીએસ પણ ૧.૬૦ ટકા પર કારોબાર કરી રહૃાો છે. તેજીને પગલે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ ૧૯૬.૯૩ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.