શેરબજારમાં નિરાશા વ્યાપી, સેન્સેક્સ- નિટી સામાન્ય ઘટાડા સાથે બંધ

બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન...!
બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન...!

શેરબજારમાં આજે માર્કેટ બંધ થતા નિરાશા જોવા મળી છે. જેમાં સેન્સેક્સ -૧૯.૬૯ પોઇન્ટ એટલે ૦.૩૮% ટકાના ઘટાડા સાથે ૫૧,૩૦૯.૩૯ પર બંધ રહૃાો છે. તેમજ નિટી -૨.૮૦ પોઇન્ટ એટલે ૦.૧૯% ટકાના ઘટાડા સાથે ૧૫,૧૦૬.૫૦ પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે એસબીઆઈ લાઇફ, એચડીએફસી લાઇફ, એમએન્ડએમ, બજાજ ફિનસવર અને સિપ્લાના શેર ગ્રીન માર્ક પર બંધ થયા છે. જેમાં આઈશર મોટર્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ અને બ્રિટાનિયાના શેરો લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બેંકો, ફાઇનાન્સ સેવાઓ, ખાનગી બેંકો, એફએમસીજી અને મેટલ લાલ નિશાન પર બંધ થયા છે. તેમજ આઇટી, ઓટો, મીડિયા, રિયલ્ટી, પીએસયુ બેંક અને ફાર્મા ગ્રીન માર્ક પર બંધ થયા છે.

બજાજ ફિનસર્વ ૨.૯૬ ટકા વધીને ૧૦૨૩૪.૯૦ પર બંધ રહૃાો હતો. એમએન્ડએમ ૨.૨૧ ટકા વધીને ૯૧૪.૩૫ પર બંધ રહૃાો હતો. જ્યારે એચડીએફસી બેક્ધ, ભારતી એરટેલ, એક્સિસ બેક્ધ, ઓએનજીસી, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. એચડીએફસી બેક્ધ ૧.૭૭ ટકા ઘટીને ૧૫૮૩.૫૦ પર બંધ રહૃાો હતો. ભારતી એરટેલ ૧.૪૫ ટકા ઘટીને ૫૯૦.૧૦ પર બંધ રહૃાો હતો.

૧૦ ફેબ્રુઆરીએ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ૧-૧ ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહૃાો છે. જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ સપાટ કરોબાર કરી રહૃાો છે. આ પહેલા યુરોપ અને અમેરિકાના બજારો પણ સપાટ બંધ થયા હતા.