શું દારૂની પણ હોમ ડિલીવરી શરુ થશે ?

દારૂની પણ હોમ ડિલીવરી
દારૂની પણ હોમ ડિલીવરી

લોકડાઉનને કારણે દારૂની દૃુકાનો બંધ હોવાને કારણે લોકો ગેરકાયદેસર રીતે દારૂ પીવા લાગ્યા હતા

છતીસગઢમાં લોકડાઉન વચ્ચે દારૂની હોમ ડિલિવરી માટે શરૂ કરવામાં આવેલ એપ પર પહેલા જ દિવસે એટલો લોડ વધી ગયો કે એપ ક્રેશ થઈ ગઈ. સવારે ૯ વાગે લોકો આ એપ દ્વારા દારૂની હોમ ડીલીવરી માટે લાગી ગયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે ગણતરીના કલાકોમાં જ એપ ક્રેશ થઇ ગઈ.

Subscribe Saurashtra Kranti here

વાસ્તવમાં, જયારે આ એપ ક્રેશ થઇ ત્યારે લોકો તેને ઠીક કરવાની પણ માંગ કરવા લાગ્યા. બાદમાં તેને ઠીક તો કરવામાં આવી પરંતુ, ફરી આ એપ પર ડીમાંડ વધી ગઈ. પરિણામ એ આવ્યું કે બપોર થતા થતા એપ પર ફરી લોડ એટલો વધી ગયો કે એપ ફરી ક્રેશ થઇ ગઈ.

આબકારી વિભાગના અરિંવદ પટેલના જણાવ્યા અનુસાર રાજધાની રાયપુરમાં પહેલા જ દિવસે બપોરે ૧ વાગ્યા સુધી લગભગ ૩૫૦૦ લોકોએ દૃારૂની હોમ ડીલીવરી માટે એપ દ્વારા પેમેન્ટ કર્યું હતું. સમગ્ર રાજયમાં આ આંકડો લગભગ ૨૦ હજારને પાર પહોંચી ગયો હતો.

Read About Weather here

વિભાગે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો ઓર્ડર કરી રહૃાા હતા. એટલે સર્વર ઠપ્પ થઇ ગયું. હાલ તો, તેને સરખું કરવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. જોકે, જાણવા મળી રહૃાું છે કે કેટલાંક ટેકનીકલ કારણોના લીધે આ એપ વારંવાર ખોરવાઈ રહી છે. છતીસગઢમાં ગયા વર્ષે લોકડાઉનના સમયે પણ દૃારૂની ઓનલાઈન ડીલીવરી કરાવવામાં આવી હતી. તાજેતરના લોકડાઉનને કારણે દારૂની દૃુકાનો બંધ હોવાને કારણે લોકો ગેરકાયદેસર રીતે દૃારૂ પીવા લાગ્યા હતા અને કેટલાંક લોકોના તેને કારણે મોત થયાના સમાચાર પણ આવ્યા હતા. જેને કારણે સરકારે દારૂની હોમ ડીલીવરી શરૂ કરવી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here