વેલેન્ટાઇન ડે એટલે પશ્ચિમની અભદ્ર અને ગંદી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ

જે દેશના બાળકને ઘોડીયામાંથી પ્રેમના પાઠ શીખવા મળે એ પ્રજાને પ્રશ્ર્ચિમ શું શીખડાવશે?, જે દેશની પ્રજાઓને શીશુપાન કરાવવા પણ ભાડુતી માતાઓ ગોતવી પડી એમનો પ્રેમ કેટલો છીછરો?

આપણા યુવાનોએ પ્રેમ માટે કોઇ એક દિવસ નક્કી કરવાનો હોતો નથી, બસ ચારેય તરફ નજર કરે, આ એક માત્ર આપણો દેશ એવો છે જે ભાભીને ભાભીમાં અને ફઇને ફઇબા કહીને બોલાવે છે

ભારત પાસે સંબધોનો પ્રચંડ અને જબરો વ્યાપ છે જયારે પશ્ર્ચિમ પાસે માત્ર બે સંબધો છે સ્ત્રી અને પુરૂષ

છેલ્લા કેટલાક સમયથી આપણા દેશની યુવા પેઠીને વેલેન્ટાઇન ડે નામની એક નવતર પ્રકારની માયાએ ઘેલુ લગાડયું છે. આ દિવસો આવે એટલે આપણી યુવા પેઢી જાતજાતના દિન મનાવવામાં મસગુલ થઇ જતી હોય છે અને અજાણતામાં પોતાના સંસ્કારોને ભુલીને પશ્ર્ચિમી જગતની ગંદી અને અસસ્કારી સંસ્કૃતિનું આંધળુ અનુસરણ કરવામાં મંડી પડે છે. જે દેશમાં એના સંતાનને ઘોડીયામાંથી પ્રેમના પાઠ શીખવા મળે છે. એવા દેશની પ્રજાને પ્રેમ વ્યકત કરવા માટે કોઇ દિવસ નક્કી કરવો પડતો નથી અને ઉજવણી કરવા માટે અને લાગણીઓની અભીવ્યકિત કરવા માટે કોઇ દિવસ કે કલાકે નિશ્ર્ચિત કરવા પડતા નથી કેમ કે, ભારતીય સંતાન 24 કલાક પરિવારના પ્રેમના ધોધમાર પ્રવાહમાં રમમાણ રહેતો હોય છે. પશ્ર્ચિમની દુનીયા ભૌતીકવાદમાં ગળાડુબ હોવાથી એમની પાસે પ્રેમ કરવાનો પણ સમય હોતો નથી એટલા માટે એ લોકોને તમારી નજીકની વ્યકિત તરફ લાગણીઓની અભિવ્યકતી કરવા માટે 365 દિવસ માટે એક દિવસ નક્કી કરવો પડે છે. આ કરૂણતા નહીં તો બીજુ શું? જયારે આપણી ઉગતી અને નવી પેઢી આવી પશ્ર્ચિમી સંસ્કૃતિની પાછળ આંખે પાટા બાંધીને હડીયાપટ્ટી કરવા લાગે ત્યારે એ જરૂર કહેવું પડે કે, આપણા યુવાનોને પ્રેમ અભિવ્યકત કરવા માટે કોઇ એક દિવસ નક્કી કરવાની જરૂર જ નથી. માતાના ખોળામાંથી જ આપણા યુવાનને પ્રેમના અવિરત અને અપ્રતિમ પાઠ ભણવાનું શરૂ થઇ જાય છે. એ પ્રકારના અલગ-અલગ પ્રકારના સંબધો રૂપી મણકાઓની એક મજબુત માળાથી આપણે હરહંમેશ વીટાયેલા રહીયા છીએ ત્યારે આપણને આપણા દેશમાં શીશુ વયથી માંડીને જીવનની દરેક અવસ્થામાં માતા-પીતાથી માંડીને નજીકના સંગા-સ્વજનોનો અતુટપ્રેમ જીવનની દરેક પળે મળતો રહેતો હોય છે ત્યારે આપણે આવા કોઇ દિવસની ઉજવણી કરીને પ્રેમનો દંભ કરવાની અને ખોટેખોટા પશ્ર્ચિમી સ્ટાઇના લાગણી વેળા કરવાની જરૂર જ શું છે. એ વીશે આજની યુવા પેઢીએ સઘન રીતે આંતરીક મનોમંથન કરવાની જરૂર છે.
આપણા સમાજ અને સંસ્કૃતિમાં સંબધોનો ટાયરો વધુ જ વિશાળ છે. એવી કોઇ લકઝરી કે સગવડ પશ્ર્ચિમની દુનીયાના નસીબમાં નથી. આ એક માત્ર વિશ્ર્વનો એવો દેશ છે જે ભાભીને ભાભીમાં કહીને પોકારે છે. ફઇને ફઇબા કહીને લાડથી પોકારે છે અને માસીને માસીબા કહીને લાડ લડાવે છે. આપણે ત્યાં પારાવાળ સંબધોની લાંબી અને પ્રેમ ભરી હરોળ છે. આપણે પશ્ર્ચિમના કોઇ ધારા ધોરણની જરૂર નથી કારણ કે એમની દુનિયામાં સંબધોનો દાયરો ખુબ જ સંકુચીત છે. એમની પાસે મામા જેવો કોઇ શબ્દ છે? બનેવી જેવો કોઇ શબ્દ ખરો? માસી-માસા, કાકા જેવા શબ્દો એમના શબ્દ કોષમાં છે ખરા? બનેવીની ઓળખ આપવી હોય તો એમને એવું કહેવું પડે છે કે મારી બહેનનો પતી છે. મામાની ઓળખ આપવી હોય તો કહેવું પડે છે કે આ મારી માતાનો ભાઇ છે. આવા સંકુચીત દાયરા ધરાવતી પશ્ર્ચિમી દુનીયા પાસે નજીકના સ્વજનોની ઓળખ કરાવતા પ્રેમાળ શબ્દોનો ખજાનો પણ નથી જે આપણી પાસે ભરપુર પ્રમાણમાં મોજુદ છે ત્યારે આપણે પ્રેમની લેતી-દેતી કરવા માટે પશ્ર્ચિમની ખોડખાપણ ધરાવતી પરંપરાઓને અનુસરવાની જરૂર જ કયાં રહી? આપણી ચારેય તરફ નજર કરો તમને ચાહનારા પરિજનો અને સ્વજનોની કોઇ કમી નથી કોઇ ઓછપ નથી. પ્રેમાળ માતા છે હંમેશા હુફ આપતા સ્નેહાળ પીતા છે. અસીમ પ્રેમ કરતા ફઇબા અને માસીબા છે. હંમેશા આપણી કાળજી અને ચિંતા કરતા અને વ્હાલનો ધોધ વહાવતા કાકા અને મામા છે. આપણે કયાં પ્રેમ શોધવા નિકળવું પડે એવું છે. આપણે ધરાઇને પ્રેમ આપતા, પ્રેમ માણતા સમાજનું એક અંગ છીએ. જયાં પ્રેમ માટે દિવસો ગણવામાં આવતા નથી. પણ 24 કલાક અને 12 મહિના પ્રેમના ઝરણા હેઠળ નહાતા રહીએ છીએ. અરે જે દેશના લોકોને માતાનું દુધ પીવડાવવા માટે પોતાના શીશુઓ ખાતર ભાડુતી માતાઓ અને આયાઓ શોધવી પડતી હોય એ શું ધુળ આપણને પ્રેમ કરતા શીખડાવશે? પ્રેમ કોને કહેવાય એ જોવું, જાણવું અને સમજવું હોય તો પશ્ર્ચિમને કહો ભારતની પ્રેમાળ ભુમી પર પધારે.