લોકો એરક્રાફ્ટને ખભા ઉપર ઉઠાવી લઇ ગયા…!

લોકો એરક્રાફ્ટને ખભા ઉપર ઉઠાવી લઇ ગયા...!
લોકો એરક્રાફ્ટને ખભા ઉપર ઉઠાવી લઇ ગયા...!
વાત જાણે એમ હતી કે લશ્કરનું એક માઈક્રોલાઈટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં તૂટી પડ્યું હતું. નજીક આવેલા બિગહા ગામના એક ખેતરમાં તે તૂટી પડ્યું હતું. તેને લીધે એરક્રાફ્ટનું એક વ્હિલને નુકસાન થયું હતું. તમે ટ્રેન અને પ્લેનને ધક્કા લગાવાની વાત સાંભળી હશે અને કહાંચ અનુભવ પણ કર્યો હશે. પણ શું તમે ક્યારેય પ્લેનને એક જગ્યાથી અન્ય જગ્યાએ લઈ જતા લોકો જોયા છે. કહાંચ નહીં. પણ આજે અમે એક એવી ઘટના અંગે વાત કરી રહ્યા છીએ જે બિહારમાં બની છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં લોકોએ સૌએ સાથે મળી ખભે ખભો મિલાવી આર્મીના તૂટી પડેલા પ્લેનને ખેતરમાંથી ઉપાડી બહાર મુખ્ય માર્ગ સુધી લઈ ગયા. સૌએ ‘જોર લગાકે હઈશા’ બોલ્યા અને ખભા ઉપર ઉઠાવી લીધું અને મુખ્ય માર્ગ સુધી પહોંચાડી દીધું.આ પ્લેન ટેકનિકલ ખામીને લીધે તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા 2 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સૌ સાથે મળી આ એરક્રાફ્ટને માર્ગ સુધી લઈ ગયા હતા.

લોકો એરક્રાફ્ટને ખભા ઉપર ઉઠાવી લઇ ગયા...! એરક્રાફ્ટ

આ અગાઉ એરક્રાફ્ટ જમીન પર પડતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતા લશ્કરના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક કલાકમાં જ એરક્રાફ્ટના તમામ પાર્ટ્સને ખોલી લેવામાં આવ્યા. આ પ્લેન તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એરક્રાફ્ટની ડિઝાઈન એવી રીતે તૈયાર કરાવમાં આવે છે કે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં જાનહાનિ સર્જાય નહીં. આ સંજોગોમાં સ્થાનિક લોકોએ બન્નેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

Read About Weather here

એક સ્થાનિક વ્યક્તિ વાસુદેવ પાસવાને કહ્યું કે ગામની અંદર આ ઘટના બની હોય તો જાનહાનિ થઈ શકી હોત.માઈક્રોલાઈટ એરક્રાફ્ટને ઓછી ઉંચાઈ પર તાલીમ આપવામાં આવે છે. દુર્ઘટના બાદ એરક્રાફ્ટ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામીણો માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અન્ય ગામના લોકો પણ અહીં પહોંચ્યા હતા. નજીક જતા જાણવા મળ્યું કે તેમાં બે લોકો ફસાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here