લોકોને રાહત આપવા 4 રાજ્યોની પહેલ, વેરામાં ઘટાડો

બંગાળ, રાજસ્થાન, આસામ અને મેઘાલયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે: રાજ્યોએ વેટ ઓછો કયા

કેન્દ્ર સરકાર ઇંધણના ભાવ વધારાને કાબુમાં લેવાની દિશામાં હજુ સુધી કોઈ સળવળાટ કરતી દેખાય નથી ત્યારે 4 રાજ્યોએ લોકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતો ઘટે તથા વપરાશકારોને રાહત મળે તે માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિતના 4 રાજ્યોએ વેરા ઘટાડો જાહેર કર્યો છે. વિશ્વ બજારમાં ક્રુડના ભાવને કારણે નહીં પણ અલગ-અલગ વેરાના ભારણને કારણે જ પેટ્રોલ-ડીઝલના ભાવ અસમાને પહોંચી ગયા છે. આવું રાજ્યોએ કેન્દ્રને દર્શાવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીજંગ ખેલાઈ રહ્યો છે એ જ અરસામાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં રૂ.1નો ઘટાડો જાહેર કરી દીધો છે. આ રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આસામ અને મેધાલયમાં પણ વેરા ઘટાડાયા છે. ગઈ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ રૂ.5 ના વધારોનો વેરો નંખાયો હતો તે પાછો ખેંચ્યો છે. સૌથી વધુ રાહત મેઘાલયમાં આપવામાં આવી છે. પેટ્રોલની કિંમત રૂ.7.40 અને ડીઝલની કિંમતમાં રૂ.7.10 નો જોરદાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.