રસીકરણ કેન્દ્રો પર ૨૪ કલાક કોઇ પણ સમયે વેક્સિન લગાવી શકાશે

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કોરોના વેક્સિન લગાવવા માટે વધારે રાહ નહીં જોવી પડે. સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી રસી લાગશે એ નિયમ ખત્મ કરી દેવામાં આવ્યો છે. હવે ખાનગી હૉસ્પિટલોમાં બનેલા રસીકરણ કેન્દ્રો પર પોતાની સુવિધા પ્રમાણે ૨૪ કલાકમાંથી કોઈ પણ સમયે વેક્સિન લગાવી શકો છો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ જાણકારી આપી. સરકારે રાજ્ય સરકારોને પણ આ છૂટ આપી છે કે જો તેઓ ઇચ્છે તો સરકારી હૉસ્પિટલોમાં પણ આ સુવિધા આપી શકે છે. કેન્દ્ર સરકાર અનુસાર રાજ્યોને ૫ કરોડ ડોઝ મોકલી દેવામાં આવ્યા છે.

ડૉ. હર્ષવર્ધનના જણાવ્યા પ્રમાણે સરકારે આ નિર્ણય રસીકરણ અભિયાનની ઝડપ વધારવા માટે કર્યો છે. તેમણે બુધવારના એક ટ્વીટમાં કહૃાું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના નાગરિકોના સ્વાસ્થ્યની સાથે સાથે સમયની કિંમતને સારી રીતે સમજે છે. સરકારે મંગળવારના ખાનગી હૉસ્પિટલોને રસીકરણ કેન્દ્ર બનાવવાથી જોડાયેલી શરતોમાં પણ ઢીલ આપી હતી. કેન્દ્ર સરકારે તમામ પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી દીધી છે. પહેલા એ નિયમ હતો કે આયુષ્યમાન ભારત, ઝ્રય્ૐજી અથવા રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સમાં સામેલ ખાનગી હૉસ્પિટલોમાં જ રસીકરણ થશે.

હવે કહેવામાં આવ્યું છે કે જે ખાનગી હૉસ્પિટલોમાં નક્કી કરવામાં આવેલા માપદંડોનું પાલન કરવામાં આવી રહૃાું છે તેમને વેક્સિન ઉપલબ્ધ કરાવી દેવામાં આવે. વેક્સિનનો પહેલો શૉટ લાગ્યા બાદ આપમેળે એ હૉસ્પિટલમાં બીજા ડોઝ માટે બૂિંકગ થઈ જશે. જો બીજા ડૉઝવાળી તારીખના વ્યક્તિ કોઈ બીજા શહેરમાં છે તો તે પોતાની બૂિંકગને રિશેડ્યુલ પણ કરી શકે છે. સરકારે કહૃાું છે કે તે એ વાતનું ધ્યાન રાખશે કે એક વ્યક્તિને બે અલગ-અલગ ડોઝ ના લાગે. અત્યારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લગાવવામાં આવી રહી છે.