વડાપ્રધાન મોદી વિખ્યાત જેશોરેશ્ર્વરી કાલી મંદિરમાં દર્શને

વડાપ્રધાન-મોદી
વડાપ્રધાન-મોદી

Subscribe Saurashtra Kranti here

બાંગ્લાદેશમાં મોદી યાત્રાના વિરોધમાં તોફાનો : 4ના મોત

માનવ જાતને કોવિડથી મુકત કરવા પ્રાર્થના કરી : મોદી

બાંગ્લાદેશની યાત્રા ખેડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની યાત્રાના બીજા અને છેલ્લા દિવસે આજે બાંગ્લાદેશના પ્રખ્યાત કાલી મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા.

સતખીરા જિલ્લામાં ઇશ્ર્વરી પુર ખાતે આવેલા જેશોરેશ્ર્વરી કાલી માતાના મંદિરે પહોંચી વડાપ્રધાને પ્રાથના કરી હતી. બાદમાં તેમણે કહયું હતું કે, શકિત પીઠની મુલાકાત લેવાનું શોભાગ્ય મળ્યું છે અને મે કાલીને નતમશકતે પ્રણામ કર્યા છે અને કોવિડથી માનવ જાતને મુકત કરવા માતા સમક્ષ પ્રાથના કરી છે. બાંગ્લાદેશમાં વડાપ્રધાને અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાંગ્લાદેશના રાષ્ટ્રપીતા શેખ મુજિબના જન્મ સતાપ્દી સમારંભ, બાંગ્લા આઝાદીની 50મી વર્ષગાઠ જેવા કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી.

Read About Weather here

આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ બન્ને લોકશાહીની તાકાત અને ભવિષ્યના વિકાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. એટલે બન્ને દેશોએ સાથે મળીને પ્રગતી કરે એ આ પ્રદેશ માટે જરૂરી છે. વડાપ્રધાન શેખ હસીના વાજિદ અને બાંગ્લા વિદેશ મંત્રી અબદુલ મેમણ વડાપ્રધાનને મળ્યા હતા. દરમ્યાન કોસ્ટ બજાર જિલ્લામાં વડાપ્રધાન મોદિની યાત્રાના વિરોધમાં રમખાણો શરૂ થઇ ગયા હતા. પોલીસ ગોળીબારમાં 4 દેખાવ કારોના મૃત્યુ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here