મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ૧૦ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, લોકોમાં ફફડાટ

દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વઘી રહૃાો છે. હવે મુંબઈના ફેમસ રેસ્ટોરાના ૧૦ સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયા છે. જે બાદ રેસ્ટોરાને બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સમાચાર બાદ લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહૃાા છે કે રેસ્ટોરામાં જમવુ સુરક્ષિત છે કે નહિ.

બીએમસીએ જણાવ્યું કે અંધેરી સ્થિત રાધાકૃષ્ણ રેસ્ટોરેન્ટના ૧૦ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ આ રેસ્ટોરેન્ટને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરેન્ટમાં કુલ ૩૫ કર્મચારીઓ કાર્યરત છે.

બીએમસી જણાવ્યું કે સેનિટાઈઝેશન અને નવા કર્મચારીઓની નિમંણૂક કર્યા બાદ રેસ્ટોરેન્ટ શરૂ કરવાની પરમીશન આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોથી ચોંકવાનારા અહેવાલ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત મળેલા તમામ ૧૦ સ્ટાફને બીકેસી જંબો સેંટરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ને તેના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ૪ માર્ચે પણ મુંબઈમાં ૧ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા હતા. અને ૫ લોકોના મોત થયા હતા. મુંબઈમાં હાલ સક્રિય કેસોની સંખ્યા ૧૦૪૫૨ છે.