મહત્વના સલમા ડેમ પર કબજો કરતા તાલીબાનો

મહત્વના સલમા ડેમ પર કબજો કરતા કાલીબાનો
મહત્વના સલમા ડેમ પર કબજો કરતા કાલીબાનોમહત્વના સલમા ડેમ પર કબજો કરતા કાલીબાનો

અફધાનિસ્તાનમાં વિસ્ફોટક સ્થિતી, દુતાવાસો થઇ રહયા છે ખાલી

સેના મોકલવા સામે ભારતને આપી ચોખ્ખી ઘમકી: પાટનગર કાબુલના દરવાજે પહોંચી જતા આતંકી કટરવાદી દળો: 2016માં મોદીએ સલમા ડેમનું ઉદ્ધાટન કર્યુ હતું

અફધાનિસ્તાનમાં ભારે વિસ્ફોટ પરિસ્થિતિ સર્જાઇ છે અને તાલિબાની કટ્ટરવાદી દળો પાટનગર કાબુલના દરવાજે પહોંચી ગયા છે. પરિણામે ભારે અફરાતરફરી વચ્ચે તમામ દેશોના દુતાવાસો ઝડપથી ખાલી કરવામાં આવી રહયા છે. તમામ દેશો ખાસ વિમાનો મોકલીને એમના દુતાવાસના સ્ટાફ અને નાગરીકોને સલામત ખસેડવા દોડધામ કરી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન આજે ભારત અને અફધાનિસ્તાનની મૈત્રીનું પ્રતિક ગણાતા સલમા ડેમ પર કબજો જમાવી દઇ તાલીબાનોએ ભારત સામે ઘમકી ભરી ભાષા વાપરવાનું શરૂ કર્યુ છે. તાલીબાનોએ ભારતને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો અફધાનિસ્તાનમાં સેના મોકલી તો સારૂ નહીં થાય.

હજારોની સંખ્યામાં કાલીબાનો કાબુલ તરફ ધસી રહયા છે અને છેલ્લા અહેવાલો પ્રમાણો પાટનગરથી માત્ર 30 માઇલ દુર હોવાનું જાહેર થયું છે. કાલીબાનોના આક્રમણ અને સમગ્ર દેશના કબજા વચ્ચે અરાજકતા ઉભી થઇ ગઇ છે. એમરિકા સહિતના દેશો એમના દુતાવાસો ફટાફટ ખાલી રહયા છે.

કાબુલની આસપાસના અફધાનિ સૈનિકો તાલીબાનુંને રોકી શકયા નથી અથવાતો શરણે થઇ ગયા છે. અમેરીકા પછી બ્રિટન, ડેનમાર્ક અને સ્પેન દ્વારા એમના દુતાવાસ સ્ટાફને પાછો બોલાવી લેવામાં આવ્યો છે. કાબુલમાંથી હજારો નાગરીકો નાસી રહયા છે અને અન્ય દેશોમાં શરણો માંગી રહયો છે. ચારે તરફ ભયનું વાતાવરણ ઉભુ થઇ ગયું છે.

યુનોના વડા એન્ટોનીય ગ્યુટેરેશે જણાવ્યું હતું કે, તાલીબાની કબજાના વિસ્તારોમાં મહિલાઓ સાથે થઇ રહેલા વર્તનથી યુનો ખુબ જ વ્યથીત છે. ખુબ જ ભયાનક અને હદય દ્રાવક દ્રશ્યો સર્જાય રહયા છે. લાંબી લડબાદ અને રકતપાત બાદ અફધાનિ મહિલાઓ અને યુવતિઓ માટે પ્રાપ્ત કરવામાં આવેલા અધિકારોનો નાસ થઇ રહયો છે.

Read About Weather here

ભારતને સેના મોકલવા સામે કાલીબાનોએ ઘમકી આપી છે. મહત્વના સલમા ડેમ પર હવે તાલીબાનોએ કબજો લઇ લીધો છે. મૈત્રીના પ્રતિક સમાન આ ડેમનું 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યુ હતું આ ડેમથી 75 હજાર એકટર જમીનને સિંચાઇનું પાણી મળતું થયું હતું હવે આ ડેમ જ ભયમાં મુકાય ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here