મનપામાં નવા ભળેલા વિસ્તારોની જંત્રી અને લોકેશન આધારિત વેરા આકલન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમિત માર્ગ પર ફૂડ ઝોન બનાવવાની કામગીરી નિહાળતા મ્યુ. કમિશનર અમિત અરોરા: અંબિકા પાર્ક રોડ પર નવો હોકર્સ ઝોન બનાવવા સ્થળ મુલાકાત લેતા મ્યુ.કમિશનર
માધાપર (મનહરપુર-1) સહિત ઘંટેશ્ર્વર, મોટામવા અને મુંજકા ગ્રામ પંચાયતોનો સમાવશે

રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં વેરા વસુલાત માટે જંત્રીભાવ તેમજ લોકેશનના આધારે. વિભાજન કરી વેરાની આકારણી નક્કી કરવામાં આવી છે. જે મુજબ આગામી દિવસે નવા ભળેલા વિસ્તારોના ધોરણો લાગુ પડશે રાજકોટ મનપાની એક સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં માધાપર (મનહરપુર-1) સહિત ઘંટેશ્ર્વર, મોટામવા અને મુંજકા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં આવેલા મિલકતોના મિલકત વેરા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા

સર્વે કરી જંત્રીભાવને ધ્યાને લઇ લોકેશન ફેકટર નક્કી કરવામાં આવ્યા છે. તેમ મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને કમિશનર અમિત અરોરાની સંયુકત યાદીમાં જણાવ્યું છે.

જંત્રી ભાવને ધ્યાને લઇ કરવામાં આવેલા લોકેશન ફેકટરના આધારે મિલકત વેરા બિલ બનાવવામાં આવશે અને વેરા વસુલાતની કાર્યવાહી કરી શકશે. જે વિસ્તારની જંત્રીભાવ 14000 કે તેથી વધારે હશે

Read About Weather here

તેને અ લોકેશન ફેકટર, જંત્રીભાવ 6000 થી 14000 સુધી હશે તેને ઇ લોકેશન ફેકટર જંત્રીભાવ 4000 થી 8000 સુધી હશે તેને ઈ લોકેશન ફેકટર જંત્રીભાવ 4000થી ઓછો અને નોટીફાઇટ સ્લમ વિસ્તાર હશે તેને ઉ લોકેશન ફેકટર ગણવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here