મક્રરસંક્રાતી આવી …નવું જાહેરનામુ લાવી …

મક્રરસંક્રાતી આવી ...નવું જાહેરનામુ લાવી ...
મક્રરસંક્રાતી આવી ...નવું જાહેરનામુ લાવી ...

મકરસંક્રાંતિને લઇને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરીના વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ લાદયો છે. આ ઉપરાંત જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. મકરસંક્રાંતિમાં ધાબા પર ભારે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પણ પાલન કરવું પડશે.સોશિયલ ડિસ્ટન્સ નિયમોનું પણ પાલન કરવું પડશે.

Read National News : Click Here

આ ઉપરાંત કોરોનાની ગાઇડલાઇનનું સંપુર્ણ પાલન કરવું પડશે. મકરસંક્રાંતિના તહેવાર પર કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત ના કારણે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જાહેરનામા અન્વયે કડક પાલન કરવામાં આવશે. રાજકોટમાં રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જાહેરનામા અન્વયે કડક પાલન કરવામાં આવશે. રાજકોટમાં સરકારની ગાઇડ લાઇન નો કડક અમલ કરાવવામાં આવશે. પતંગ પર કોઈપણ પ્રકારના લખાણો કે જેના કારણે શાંતિ જોખમાતી હોય તે પ્રકારના લખાણ લખી અને પતંગ ઉડાડી શકાશે નહીં આ અંગે રાજ્ય સરકારે મકરસંક્રાંતિ માટે થઈ અને ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે તે પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનર સિવાયના વિસ્તાર માટે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામા પ્રમાણે રાજકોટમાં જાહેર સ્થળો પર ખુલ્લામાં રસ્તા પર કે પછી ફૂટપાથ પર પતંગ ઉડાડી શકાશે નહીં,

Read About Weather here

તેમજ માસ્ક વિના અગાસી પર રહી શકાશે નહીં તેમજ સોસાયટીના મેદાનમાં કે અગાસી પર પરિવાર સિવાયના અન્ય કોઈ સભ્યોને પ્રવેશ આપી શકાશે નહીં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન એનજીટીની સુચના અન્વયે ચાઇનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ, કાચ પાયેલો દોરા,સિન્થેટિક દોરી વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો સામાન્ય જનતાએ સંપૂર્ણતઃ રીતે પાલન કરવાનું રહેશે અને તેના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188, જીપી એકટ 131 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઇઓ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરોમાં પોલીસ મકરસંક્રાંતિ પર અલગ-અલગ વિસ્તારમાં ખડેપગે બંદોબસ્તમાં કાર્યરત રહેશે. જેથી જાહેર જનતાએ જાગૃતિપૂર્વક તહેવારોની ઉજવણી કરવાની રહેશે.

મક્રરસંક્રાતી આવી ...નવું જાહેરનામુ લાવી ... મક્રરસંક્રાતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here