ભાજપનો મોટો દાવ: કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર છે. તાજેતરમાં જ રાજનીતિમાં આવેલા ‘મેટ્રો મેન ઈ. શ્રીધરન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ચહેરો થવા જઇ રહૃાા છે. તેમણે ગત ૨૫ ફેબ્રુઆરીના બીજેપીની સદસ્યતા લીધી છે. ગુરૂવારના તેમણે કહૃાું કે, તેઓ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન એટલે કે ડ્ઢસ્ઇઝ્રથી રાજીનામું આપ્યા બાદૃ જ ચૂંટણીમાં નામાંકન દાખલ કરશે. પાર્ટીમાં તેમના સામેલ થવાની સાથે જ સીએમ પદની અટકળો લગાવવામાં આવી રહી હતી.

દેશભરમાં ‘મેટ્રો મેનના નામથી જાણીતા ઈ. શ્રીધરન કેરળમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રને આની જાહેરાત કરી છે. તેઓ અત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય પ્રવાસ પર છે. તેમણે કહૃાું કે, પાર્ટી જલ્દી બીજા ઉમેદવારોની યાદી પણ જાહેર કરશે. ગુરૂવારના શ્રીધરને કહૃાું કે, તેમણે હજુ સુધી સીટનો નિર્ણય નથી લીધો. તેમણે કહૃાું કે, હું કોઈ પણ સીટથી લડવા માટે તૈયાર છું, મારી જીત નક્કી છે. મને પાક્કો ભરોસો છે કે બીજેપી સત્તામાં આવશે. તેમણે કહૃાું કે, હું એવી સીટથી ચૂંટણી લડવા ઇચ્છુ છું જે મલપ્પુરમમાં પોનાનીથી દૃૂર ના હોય, જ્યાં હું રહું છું.

તેમણે પહેલા પણ રાજ્યમાં સીએમ પદની ઇચ્છા જાહેર કરી હતી. ખાસ વાત એ છે કે લેટ પાર્ટીના શાસનવાળા રાજ્યમાં બીજેપી શ્રીધરનની મદદથી દક્ષિણ ભારતીય પ્રદેશમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં ૧૪૦ સીટો પર ચૂંટણી થવા જઇ રહી છે. શ્રીધરને જાહેરાત કરી દીધી છે કે DMRCની વર્દીમાં ગુરૂવારના તેમનો અંતિમ દિવસ હશે. તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. સરકારે શ્રીધરનને પલરીવોટ્ટમ લાયઑવર પ્રોજેક્ટના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા હતા.

આને પણ રાજનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાું હતુ. અંતિમ નિરીક્ષણ બાદ શ્રીધરને પત્રકારોથી વાતચીત દરમિયાન કહૃાું કે, તેઓ ધારાસભ્ય અથવા બીજા કોઈ પદ પર રહેતા પ્રોજેક્ટની દેખરેખ કરશે. તેમણે કહૃાું કે, ભલે હું આવું છું, હું આ વર્દીમાં નહીં રહું. એ ખાતરી રહે કે મારે આ પ્રોજેક્ટ્સની દેખરેખ કરવાની છે. તેમણે કહૃાું કે, ધારાસભ્ય અથવા બીજું કોઈ પણ પદ હોય, જ્યારે કામ ચાલી રહૃાું હશે ત્યારે મારે જરૂર દેખરેખ કરવી પડશે.