બ્રિટનમાં એક દિવસમાં ૪૧૩ સંક્રમિતોના મોત, અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૨૬ લાખ કેસ નોંધાયા

કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર...!!
કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર...!!

દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૯૬ કરોડથી વધુ થઈ ગયો છે. ૩ કરોડ ૫૨ લાખ ૩૪ હજાર ૧૨૦ દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી ૧.૫૫ કરોડથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને યૂરોપમાં સંક્રમણ જોખમી સ્તરે પહોંચી રહૃાું છે. બ્રિટનમાં શનિવારે ૪૧૩ સંક્રમિતોનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અમેરિકામાં સતત આઠમા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા છે.

બ્રિટનમાં સંક્રમણ બીજા યૂરોપિયન દેશોની જેમ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહૃાું છે. સરકારે દેશના અમુક ભાગોમાં કફર્યૂ લગાવી દીધો છે, પણ તેનો કોઈ ફાયદો નથી થઈ રહૃાો. શનિવારે અહીંયા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે.

આનાથી પણ વધુ ચિંતાની વાત તો એ છે કે આ દરમિયાન ૪૧૩ સંક્રમિતોના મોત થયા છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તમામ વિરોધ છતા લોકડાઉન ખતમ કરવાનો કોઈ પ્લાન નથી. બ્રિટનમાં અત્યાર સુધી લગભગ ૫૦ હજાર લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. બોરિસ જોનસન પર દબાણ છે કે તે દેશની શાળા અને વેપારને ખોલે. પણ મોત અને વધતા સંક્રમણને ધ્યાનમા રાખતા તેમને આવું કરવાનો ઈક્ધાર કરી દીધો છે.

અમેરિકામાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. શુક્રવારે રેકોર્ડ ૧ લાખ ૨૮ હજાર કેસ નોંધાયા હતા. શનિવારે આ આંકડો થોડોક ઘટીનેએક લાખ ૨૬ હજાર પર આવી ગયો હતો. મૃતકોનો આંકડો પણ એક હજાર વધી ગયો હતો. સતત ચોથા દિવસે આટલા મોત થયા હતા. હવે અમેરિકામાં જ એક કરોડથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટની ચિંતા એ છે કે સતત છઠ્ઠા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા.મૃતકોનો આંકડો ૨ લાખ ૩૫ હજારથી વધુ થઈ ગયો છે. માયને, અયોવા, કોલોરોડો અને મિનેસોટામાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહૃાું છે.